GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

એક ગ્રામની માછલીને થયું ટ્યુમર, માલિકે કર્યો આટલા રૂપિયાનો ખર્ચ જાણશો તો રહી જશો દંગ!

તમે આજ સુધી દુનિયાની બધી જ દુર્લભ સર્જરીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને જે સર્જરી જણાવવા જઈ રહ્યા છીએ તે મનુષ્યની નહીં પણ માછલી છે. એટલું જ નહીં, આ માછલી દુનિયાની સૌથી નાનામાં નામી માછલીઓમાંની એક છે. જેનું વજન માત્ર એક ગ્રામ છે. ઇંગ્લેન્ડના બ્રિસ્ટસની વેટ્સ વેટરનરી હોસ્પિટલમાં ડોકટરોએ એક માછલી પર સર્જરી કરી હતી જેના પેટમાં ગાંઠ હતી. ડોક્ટરોએ માછલી પર શસ્ત્રક્રિયા કરી તેના શરીરમાંથી ગાંઠ કાઢી હતી.

માછલીનું ઓપરેશન કરવામાં ડોક્ટરોની ટીમને આશરે 40 મિનિટનો સમય લાગ્યો પરંતુ તેની સર્જરી કર્યા પછી ગાંઠ દૂર થઈ ગઈ હતી. આ સાથે આ માછલી સર્જરી કરનારી વિશ્વની સૌથી નાની દર્દી બની ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જે માછલીની શસ્ત્રક્રિયા કરવામાં આવી છે તે છે મોલી જાતિની ગોલ્ડ માછલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નાની માછલીની કિંમત માત્ર 89 રૂપિયા છે, પરંતુ તેના ઓપરેશનમાં લગભગ 9000 રૂપિયા ખર્ચ થયો છે.

આ પહેલીવાર નથી જ્યારે આ હોસ્પિટલમાં કોઈ સરિસૃપનું ઓપરેશન કરવામાં આવ્યું હોય. આ પહેલા પણ સરિસૃપનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં કાચીંડો, ગરોળી, સાપ અને મગર જેવા પ્રાણીઓ સમાવેશ થાય છે. હોસ્પિટલમાં નોકરી કરતી સોન્યા માઇલ્સના જણાવ્યા પ્રમાણે આ ગોલ્ડ માછલીની માલિકને તેના પાડોશીએ થોડા અઠવાડિયા પહેલા ભેટ આપી હતી. શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું, પરંતુ થોડા દિવસ પછી માછલીની નીચેના ભાગમાં એક ગઠ્ઠો રચાય છે. આ પછી તેના માલિક તેને હોસ્પિટલમાં લઈ ગયા.

સોન્યા માઇલ્સએ જણાવ્યું કે માછલીને પહેલા કન્ટેનરમાં મૂકી હતી. તે પછી જ્યારે તે શાંત થઈ, ત્યાર પછી તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી. આ પછી, તેના પેટમાંની ગાંઠ મોંની નળીમાંથી દૂર થઈ ગઈ. આ પછી, તેના પેટને વોટરપ્રૂફ પેસ્ટથી સીલ કરવામાં આવ્યું હતું અને થોડા સમય પછી તેને ઓક્સિજનયુક્ત પાણીમાં નાખવામાં આવી અને થોડા કલાકો પછી માછલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

ટીમ ઇન્ડિયાનો આ ઓલરાઉન્ડર બનશે પિતા, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી જણાવ્યુ

Mansi Patel

કાલથી શરૂ થશે અમદાવાદની લાઈફ લાઈન કહેવાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

Nilesh Jethva

દેશની સૌથી મોટી હોલસેલ દવા માર્કેટને લાગ્યુ કોરોનાનું ગ્રહણ, આ તારીખ સુધી રહેશે બંધ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!