GSTV

કોરોનાના ઘટતા કેસો વચ્ચે મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત, સિવિલમાં વધુ એક દર્દીનું મોત અને 4 નવા કેસ

Last Updated on June 22, 2021 by Dhruv Brahmbhatt

મ્યુકોરમાઇકોસિસમાં સપડાયેલા એક દર્દીનું નવી સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સિવિલમાં નવા બે દર્દીઓ મળી આવતા હાલમાં 98 દર્દીઓ વોર્ડમાં સારવાર હેઠળ છે. જ્યારે આજે સર્જરી થઇ હતી. આ સાથે અત્યાર સુધીમાં કુલ 345 સર્જરી ડૉકટરોની ટીમ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં નવા બે દર્દી મળી હાલ 46 દર્દી સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 58 દર્દીની સર્જરી થઇ છે.અત્યાર સુધીમાં સિવિલમાં 33 અને સ્મીમેરમાં 18મળી કુલ 51 દર્દીઓ મોતને ભેટ્યાં છે. નવી સિવિલમાં 19 દર્દી અને સ્મીમેર હોસ્પિટલમાંથી 5 દર્દીઓની અત્યાર સુધીમાં આંખ કાઢવામાં આવી છે.

mucormycosis

રાજ્યમાં કુલ 8,06,812 દર્દીઓએ કોરોનાને માત આપી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાના કેસો હવે બિલકુલ ઘટી ગયા છે. ત્યારે ગત રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 151 નવા કેસો નોઁધાયા છે. બીજી તરફ 619 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,06,812 દર્દીઓએ કોરોનાને માત આપી છે. બીજી તરફ રાજ્યનો રિકવરી રેટ 98.04 ટકા સુધી પહોંચ્યો છે.

દેશમાં કોરોના વાયરસને રોકવા માટે આજથી વેક્સિનેશન અભિયાનની ગતિને તેજ બનાવાઈ રહી છે. પહેલા જ દિવસે દેશમાં વેક્સિન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. સરકારી આંક મુજબ અત્યાર સુધી આજે કોરોના વેક્સિનના લગભઘ 70 લાખથી વધુ ડોઝ અપાઈ ચૂક્યાં છે.

ગઇ કાલથી દેશના દરેક લોકોને ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ

કેન્દ્ર સરકાર ગઇ કાલથી દેશના દરેક લોકોને ફ્રીમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. કેટલાક દિવસો પહેલા પીએમ મોદીએ આ બાબતમાં જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી વેક્સિનેશન ગતિ તેજ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર વેક્સિનેશન ઉત્પાદનમાંથી 75 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય લીધો છે. જ્યારે કે 25 ટકા પ્રાઈવેટ હોસ્પિટલો દ્વારા ખરીદાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

આકાસી આફત/ મધ્ય પ્રદેશ, કર્ણાટકમાં વીજળી પડવા સહિતની ઘટનાઓમાં 14નાં મોત, મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 112

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!