GSTV

ફરી દેખાયો/ ચીનમાં 8 મહિના બાદ કોરોનાથી એક મોત, સરકારે લોકડાઉન લાદી શાળા-કોલેજો કરી દીધી બંધ

કોરોના

ચીન ગમે તે કહે પણ તેના વુહાન શહેરમાંથી આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો હોવાનું મોટાભાગના દેશો માની રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં ચીને કોરોના પર કાબૂ મેળવી લીધો છે અને બીજા દેશો તેની સામે ઝઝૂમી રહ્યા હોવાનું દેખાતું હતું પણ હવે ચીનમાં કોરોના વાયરસ ફરી ઉથલો મારે તેવો ભય વ્યક્ત થઈ રહ્યો છે. કારણ કે આઠ મહિના બાદ ચીનમાં કોરોના વાયરસના કારણે પહેલું મોત થયું છે અને ચીનમાં તેના કારણે ફરી ફફડાટ ફેલાયો છે.

પ્રાંતમાં લોકડાઉન લાગુ કરી દેવાયું

છેલ્લે ચીનમાં મે મહિનામાં કોરોના વાયરસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. એ પછી ચીનના હેબો પ્રાંતમાં તાજેતરમાં વાયરસે ફરી ઉથલો માર્યો છે અને લોકોને સંક્રમિત કરવાનું શરું કરી દીધું છે. કોરોનાના વધતા કેસના કારણે આ પ્રાંતમાં લોકડાઉન લાગુ કરી દેવાયું છે. આ પ્રાંતમાં લગભગ બે કરોડ લોકો રહે છે અને આ રાજ્યમાં સ્કૂલો અને દુકાનો બંધ કરાવી દેવાઈ છે.

સરકારે લોકોને અપીલ કરી

આ સિવાય અન્ય એક પ્રાંત હેઈલોંગજિયાંગમાં પણ આકરું ગાઈડલાઈન લાગુ કરાયું છે. સરકારે લોકોને અપીલ કરી છે કે, તેઓ પોતાનું રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ના જાય. બહુ જરુરી હોય તો સરકાર પાસે મંજૂરી લઈને બીજા રાજ્યમાં મુસાફરી કરે.

READ ALSO

Related posts

રશિયા અમેરિકાના મજબૂત થતા સંબંધો: પુતિને ન્યૂક્લીઅર આર્મ્સ ટ્રીટીની મુદ્દત વધુ 5 વર્ષ વધારી

Pritesh Mehta

હાઈટ વધારવામાં મદદ કરે છે આ ફૂડ્સ, વધી રહેલાં બાળકોનાં ડાયેટમાં જરૂર કરો સામેલ

Mansi Patel

15 વર્ષે છોકરીએ મેડિકલ ટેસ્ટ કરાવતા થયો ચોંકાવનારો ખુલાસો, તમે પણ હકીકત સાંભળી સ્તબ્ધ થઇ જશો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!