GSTV

કેલિફોર્નિયામાં ધાર્મિકસ્થળ પર ફાયરિંગમાં એકનું મોત, ત્રણ ઘાયલ

અમેરિકામાં કેલિફોર્નિયામાં યહુદી પ્રાર્થનાસ્થળ પર ગોળીબારથી એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે.  સૈન ડિએગો કાઉન્ટીના શેરિફ બિલ ગોરે કહ્યુ હતુકે,  ગોળીબાર દરમ્યાન ચાર લોકો ઘાયલ થયા હતા. જેને પોલિમર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 60 વર્ષીય મહિલાનું મોત થયુ હતુ.  પોલીસને ગોળીબારની ઘટનાની જાણ સવારે 11.30 કલાકે થઈ હતી. ગોળીબારમાં એક ‘એઆર 15 ટાઈપ’ રાઈફલનો ઉપયોગ કરાયો હતો.  ગોળીબાર કરનાર શખ્યની ઓળખ થઈ ચૂકી છે, આ શખ્સનું નામ જૉન અર્નેસ્ટ છે. જૉન થોડા સમય પહેલાં જ ન્યૂઝીલેન્ડમાં મસ્જીદમાં એક શખ્સ દ્વારા કરાયેલા ગોળીબારથી પ્રેરિત હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે. અને કહ્યુ છેકે, આ મામલે પુરી તપાસ કરવામાં આવશે.

READ ALSO

Related posts

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

બદલો તમારી જીવનશૈલી/ જો તમારે પણ મોર્નિંગ હૈબિટ્સમાં સામેલ છે આ આદતો, તો તમે પણ થઈ શકો છો જલ્દી વૃદ્ધ

Pravin Makwana

સંબંધોમાં શાણપણ/ પાર્ટનર સાથે ક્યારેય આ બાબતે જૂઠ્ઠુ ન બોલો, સંબંધોમાં આવી જશે ખટાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!