સુરતમાં એક દિવસના બાળકને મળ્યો પાસપોર્ટ, નોંધાશે આ રેકોર્ડ

સુરતમાં એક દિવસના બાળકને પાસપોર્ટ મળ્યો છે. સુરતની એક ખાનગી હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો. જેનું નામ ઋગ્વેદ આપી તાત્કાલિક મહાનગર પાલિકાના જન્મનોંધણી વિભાગમાંથી જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને બાળકના પિતા તમામ પુરાવાઓ સાથે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા. જ્યા તેમણે તમામ પ્રકારની પ્રક્રિયા પુરી કરી હાથોહાથ પાસપોર્ટ મેળવ્યો હતો. ઋગ્વેદના જન્મ બાદ 5 મિનિટમાં પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવામાં  આવી હતી. ઋગ્વેદના પિતા મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, એક દિવસમાં પાસપોર્ટ મળતા અમે લીમકા બુક ઓફ રેકોર્ડ અને ગિનિસ બુક ઓફ રેકોર્ડનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. અમારા ખ્યાલથી 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવી લેવાનો આ દેશનો પહેલો કિસ્સો છે.

  • સુરતઃ એક દિવસની ઉંમરમાં પાસપોર્ટ મળ્યો હોવાનો દેશમાં પહેલો કિસ્સો
  • જન્મના દિવસે સુરતના ઋગ્વેદને મળ્યો પાસપોર્ટ
  • એક દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હાથોહાથ મળ્યો પાસપોર્ટ
  • જન્મના પાંચ મિનિટમાં પાસપોર્ટ માટે કરાઈ હતી ઓનલાઈન અરજી

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter