GSTV

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

હેમંત

Last Updated on July 26, 2021 by Bansari

ઝારખંડમાં હેમંત સોરેન સરકારને ઉથલાવવાનાં કાવત્રામાં ત્રણ લોકોની ધરપકડ સાથે સંકળયેલો વિવાદ વધી રહ્યો છે. અત્યાર સુધી માત્ર BJP અને JMM વચ્ચે જ આરોપ-પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસનાં ધારાસભ્યએ સ્વીકાર્યું છે કે તેમને સરકાર બદલવા માટે પ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. મોટી રકમ ચૂકવવાની પણ વાત કરવામાં આવી હતી. આ મોટો ખુલાસો કોલેબીરાથી કોંગ્રેસના ધારાસભ્ય વિક્સલ કોંગડીએ કર્યો છે.

PM મોદી

ઝારખંડમાં સરકાર તોડી પાડવા ૩ ધારાસભ્યોને એક કરોડની ઓફર

તેમણે જણાવ્યું કે મને પણ સરકાર બદલવાથી લઈને પ્રધાન પદની ઓફર થઇ હતી. તેમજ મોટી રકમ આપવાની વાત પણ થઇ હતી. રાંચી અને કોલેબીરા નિવાસસ્થાને આ વાત થઈ હતી. ધારાસભ્ય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે BJPના લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, તે સમયે ઘટના સ્થળે આરોપી અમિતસિંહ (જેને હોટલમાંથી પોલીસે પકડ્યો હતો) તે હાજર ન હતો. ત્યાં જ, પોલીસ અને જે બંનેની ધરપકડ કરવામાં આવી છે, તેઓની પણ વિક્સલ કોંગડી સાથે કોઈ વાતચીત થઇ ન હતી. આવી સ્થિતિમાં પોલીસે જેમની ધરપકડ કરી છે, કોંગ્રેસ ધારાસભ્યએ તેમને ક્લિનચીટ આપી છે.

હેમંત

સરકાર પાડવાના કાવતરાંમાં મહારાષ્ટ્ર ભાજપના બે નેતાની સંડોવણીનો આરોપીઓનો દાવો

હાલ તુરંત તો આ માહિતી વિક્સલ કાંગડીએ ઝારખંડ કોંગ્રેસના પ્રભારી આરપીએન સિંઘને આપી છે. હવે કોંગ્રેસ આ અંગે શું પગલાં લેશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. આમ તો આ મામલે BJP સામે સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કોંગ્રેસના ધારાસભ્યએ આ ખુલાસો કર્યો છે, તો શનિવારે જેએમએમ દ્વારા પણ BJP પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે BJP પણ આ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપી રહી છે. રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઝારખંડના પૂર્વ સીએમ અને BJPના નેતા બાબુલાલ મરાંડીએ આ કેસમાં SIT તપાસની માંગ કરી છે. તેમણે ઝારખંડ સરકાર પર મહારાષ્ટ્રનાં ‘પૈસાની વસૂલી’ મોડેલને અનુસરવાનો આરોપ લગાવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે શનિવારે રાંચીની એક હોટલમાંથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રોકડ રકમનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે દાવો કર્યો હતો કે તે ત્રણેય લોકો હોર્સ ટ્રેડિંગમાં સામેલ છે અને લાંબા સમયથી સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધરપકડ થયા પછી જ JMM દ્વારા BJP ઉપર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવતું હતું કે BJP ઝારખંડમાં કર્ણાટક મોડેલ લાગુ કરવા માંગે છે. અહીં ધારાસભ્યોને ખરીદીને સરકારને પાડવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું છે. પરંતુ BJPએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને રાજ્ય સરકારને પણ દોષી ઠેરવી છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!