Last Updated on September 24, 2020 by Mansi Patel
કોરોના મહામારીની શરૂઆત ભારતમાં થઇ ત્યારે કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં આખા દેશમાં લોકડાઉન જાહેર કરીને બધુ બંધ કરી દીધુ હતું તેમાં રેલવે અને સરકારી વાહન વ્યવહારોનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિ વચ્ચે પરપ્રાંતિય મજૂરોની સ્થિતિ વધુ કફોડી બની હતી. સરકારે હવે જારી કરેલા આંકડામાં જણાવ્યું હતું કે માર્ચથી જુન મહિના સુધીમાં દેશભરમાંથી એક કરોડથી વધુ મજૂરો પગપાળા જ પોતાના રાજ્ય જવા માટે મજબૂર થયા હતા.

1.06 કરોડ પરપ્રાંતિય મજૂરો પગપાળા પોતાના ઘરે ગયા
લોકસભામાં લેખીતમાં રાજ્યકક્ષાના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વી કે સિંહે જણાવ્યું હતું કે આ વર્ષે માર્ચ અને જુન મહિનાની વચ્ચે દેશના જુદા જુદા રાજ્યોમાંથી પોતાના વતન રાજ્યમાં આશરે એક કરોડથી વધુ મજૂરો પગપાળા ગયા હતા. આ આંકડા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળા માર્ચથી જુન વચ્ચે ૧.૦૬ કરોડ પરપ્રાંતિય મજૂરો પગપાળા પોતાના ઘરે ગયા હતા.

સરકાર પાસે માર્યા ગયેલા મજૂરોના આંકડા નથી
જો કે આ દરમિયાન ૮૧,૩૮૫ રોડ અકસ્માત પણ થયા હતા. જેમાં ૨૯,૪૧૫ લોકોના મોત નિપજ્યા હતા. જોકે તેમણે સાથે દાવો કર્યો હતો કે મંત્રાલય પાસે આ જે ૨૯ હજારથી વધુ લોકો માર્યા ગયા તેમાં મજૂરો કેટલા હતા તેના કોઇ આંકડા અલગથી એકઠા નથી કરવામા આવ્યા. અગાઉ પણ આ જ પ્રકારનો જવાબ સરકારે આપ્યો હતો જેને પગલે અનેક સવાલો ઉઠયા હતા. સરકારે અગાઉ કહ્યું હતું કે કેટલા મજૂરો માર્યા ગયા તેના આંકડા જ ન હોવાથીતેમને સહાય કરવાનો કોઇ સવાલ જ નથી ઉઠતો. સાથે મંત્રીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે દરેક રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોને મજૂરોની શરણ આપવાથી લઇને ખાધ્ય સામગ્રી અને વાહન વ્યવસ્થા સહિતની મદદ કરવા માટે અવાર નવાર આદેશ જારી કર્યા છે.
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
