GSTV

એક બાળકે ઊંઘમા કર્યું હાસ્યાસ્પદ કામ, વીડિઓ થયો વાઇરલ…

Last Updated on September 14, 2018 by Karan

એવું કહેવાય છે કે ઊંઘ ખૂબ જ મીઠી વસ્તુ છે. જ્યારે કોઈને તમે કાચી ઊંઘમાંથી જગાડો તો તેને બિલકુલ નહીં ગમે. ઊંઘનો આવો જ એક વીડિયો ફેસબુક પર વાઈરલ થઈ રહ્યો છે. ફિલિપિન્સની એક શાળામાં આ વીડિયોમાં નાનો બાળક શાળાના ડેસ્ક પર સૂતેલો જોવા મળી રહ્યો છે.

ક્લાસ પૂરો થતા ટીચરે જ્યારે બાળકને જગાડ્યો તો તે હડબડીમાં પોતાની શાળાની બેગ લઈને જવાની જગ્યાએ ખુરશીને પોતાના ખભે રાખીને જવા લાગ્યો. એટલું જ નહીં તે ખુરશી લઈને ક્લાસની બહાર પણ જતો રહ્યો. આ સમગ્ર ઘટના જોઈને ક્લાસમાં હાજર બધા જ વિદ્યાર્થીઓ સહિત  ટીચર પણ હસી પડ્યાં.

તેણે બાળકનો વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કરી દીધો. આ વીડિયો ફેસબુક પર ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૧.૧ કરોડ લોકોએ જોયો છે. લગભગ ૨૯,૦૦૦ લોકોએ કોમેન્ટ કરી છે. એટલું જ નહીં બે લાખથી વધુ લોકોએ શેર કર્યો છે.

 આ વીડિયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે જેમાં ક્લાસ પૂરો થતા બાળકો ક્લાસમાંથી બહાર નીકળી રહ્યાં છે. વીડિયોની શરૂઆતમાં બાળક શાળાના રૂમના ડેસ્ક પર સૂઈ રહ્યો છે. તેની ટીચર આવે છે અને પુસ્તકો અને અન્ય સામાન સ્કૂલ બેગમાં રાખીને તેને જગાડે છે. બાળક ખુરશી પર રાખેલી બેગને લેવાની જગ્યાએ ખુરશીને જ પીઠ પર લાદીને ક્લાસની બહાર નીકળી જાય છે.

આ ખુરશી લઈ આગળ ગયા ની થોડીવાર બાદ બાળકને ખબર પડે છે કે તેના હાથમાં સ્કૂલ બેગ નહીં પરંતુ ખુરશી છે તો તે ખુરશી મૂકીને પોતાની બેગ લેવા માટે પાછો આવે છે. ફિલિપિન્સના આ વીડિયોમાં જોવા મળતા બાળકની ઉંમર માત્ર 4 વર્ષ છે.

Related posts

BIG BREAKING / કંધાર એરપોર્ટ પર રોકેટ હુમલો, તમામ ફ્લાઇટો તત્કાલિક ધોરણે કરાઇ રદ્દ

Dhruv Brahmbhatt

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel

કોરોનાથી સ્થિતિ ખરાબ/ જાપાનમાં ઓલંપિક વચ્ચે આવ્યા ખરાબ સમાચાર, 31 ઓગસ્ટ સુધી આ શહેરોમાં આપત્કાલિન સ્થિતિ કરાઈ જાહેર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!