ગેંગરેપથી બચવા મહિલા રાત્રે 3 વાગ્યે ત્રીજા માળેથી કૂદી, થયું એવું કે…

લગભગ રોજ સવારે ઉઠીને કૂકડાનાં અવાજ સાથે ગેંગરેપનો અવાજ સંભળાય છે, દિનવદિન વધતા જતા ગેંગરેપને હજું સૂધી અટકાવવામાં સરકાર સફળ નથી રહી. એક એવી જ ઘટનાં રાજસ્થાનની રાજધાની જયપુરની. જયપુરમાં ગેંગરેપથી બચવા માટે 32 વર્ષીય મહિલાએ એક મલ્ટિસ્ટોરી બિલ્ડિંગની ત્રીજા માળેથી કૂદકો લગાવી દીધો. જિલ્લાના મોહના વિસ્તારમાં આ ઘટના બન્યાં પછી મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને તેને સારવાર માટે સ્થાનિક જયપુરિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી. ત્યારે આ કેસમાં પોલીસે બે દોષીઓ સામે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

જયપુર પોલીસના જણાવ્યા પ્રમાણે, જિલ્લાના મોહના વિસ્તારની એક વ્યક્તિએ શનિવારે સવારે પોલીસ અધિકારીને ફોન કરીને એક મહિલા તેના એપાર્ટમેન્ટનાં ત્રીજા માળેથી કૂદવાની માહિતી આપી હતી. ત્યારબાદ પોલિસ ઘટના સ્થળે પહોંચી તેને દવાખાનામાં ભર્તી કરવામાં આવી હતી. અને કેસની તપાસ શરૂ કરી. પ્રારંભિક પૂછપરછ દરમિયાન સોસાયટીમાં રહેનારા લોકોએ કહ્યું કે કૂદકો મારનાર સ્ત્રીને બે લોકો સાથે શુક્રવાર સાંજે એપાર્ટમેન્ટમાં આવતી જોઈ હતી. ત્યારબાદ રાત્રે લગભગ 3 વાગ્યે મહિલાએ બિલ્ડિંગના ત્રીજા માળથી કૂદકો લગાવ્યો અને તેના રડવાના અવાજનાં કારણે સ્થાનિક લોકો ત્યાં પહોંચ્યા હતા.

પોલીસ મુજબ પ્રારંભિક તપાસમાં તે જાણવા મળ્યું છે કે મહિલા જે બે લોકો સાથે સોસાયટીમાં આવી હતી, તેમાંના એક સાથે તેમના સંબંધો પહેલાથી હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીના મિત્ર ઉપરાંત તેની સાથે આવેલા એક સભ્યે તેનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેનાથી બચવા માટે તેણે કૂદવાનું નક્કી કર્યું. ઘટના પછી જયપુરના પોલીસ ઉપાધ્યક્ષ કેકે અવસ્થાએ કહ્યું કે ઘટનામાં આરોપી બે યુવક પર પોલીસની નજર છે અને આ કેસ દાખલ થયો છે. સાથે જ પીડિત મહિલાનું વર્ણન પણ નોંધ્યું છે. તેમણે કહ્યું કે સ્ત્રીને ચિકિત્સકોની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે અને હાલમાં તેમની સ્થિતિ થોડી જોખમી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter