GSTV
Home » News » ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે

ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડશે

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી જંગના મેદાનમાં ઉતરશે.. ગુરૂવારે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક બાદ પીએમ મોદીના વારાણસીમાંથી ચૂંટણી લડવાનું એલાન કરી દેવાયું.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદી આ બેઠક પરથી 3 લાખ, 71 હજાર 784 મતની પ્રચંડ બહુમતીથી જીત્યા હતા. નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલને આ બેઠક પરથી હાર આપી હતી.જ્યારે કે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

વારાણસીમાં કુલ મતમાંથી ભાજપના ફાળે 56.5 ટકા મત ગયા હતા. 2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત ગુજરાતની વડોદરા બેઠક ઉપરથી પણ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમણે વડોદરા બેઠક છોડીને વારાણસી બેઠક પર પોતાનું સભ્યપદ ચાલુ રાખ્યું હતુ.

READ ALSO

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar