GSTV
Home » News » ફરી એકવાર મળશે મોદી-ટ્રંપ, જાણો ક્યારે અને ક્યાં

ફરી એકવાર મળશે મોદી-ટ્રંપ, જાણો ક્યારે અને ક્યાં

america india masood

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જલ્દી એક બીજા સાથે મળવાના છે. બંને નેતાઓ જુન મહીનામાં જાપાનમાં જી-20 શિખર સંમેલનમાં મળવા માટે સહમતી આપી છે. બંને નેતાઓએ અમેરિકા-ભારત રણનીતિક ભાગેદારીને વધુ મજબુત કરવાની સાથે છેલ્લાં બે વર્ષની ઉપલ્બધીઓ પર વધુ કામ કરવાની ઈચ્છા જાહેર કરી છે.

એક નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું કે બંને નેતા ઓસાકામાં જી-20 શિખર સમ્મેલનમાં એક-બીજાની સાથે મુલાકાતની આશા કરી રહ્યાં છીએ. બીજી તરફ અમેરિકા, ભારત અને જાપાન એક મુક્ત અને ખુલ્લા ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે પોતાની શેર વિઝન માટે ત્રિપક્ષીય બેઠક કરશે. જી-20 શિખર સંમેલન 28 અને 29 જુનના રોજ થવાનું છે. જણાવી દઈએ કે ચીન દક્ષિણ ચીન સાગર પર પોતાનો ભય બતાવવની કોશીશ કરે છે. આ પ્રમુખ વ્યાપારિક માર્ગ પર નિયંત્રણને લઈને અમેરિકા અને ચિનની વચ્ચે તકરાર ચાલી રહી છે.

America warned Pakistan

સાથે ટ્રંપે મોદીને લોકસભા ચુંટણી 2019મા જીત માટે શુભેચ્છાઓ આપી હતી. વ્હાઈટ હાઉસમાં એક નિવેદનમાં જણાવ્યું કે ટ્રંપે લોકસભા ચુંટણીમાં ઐતિહાસિક જીત મેળવવા બદલ મોદીને ફોન કરી શુભેચ્છા આપી હતી. જાપાનની યાત્રા પર જતા પહેલા ટ્રંપે જણાવ્યું કે મે થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને મે તેમને ખુબ જ શુભેચ્છા પાઠવી છે.

ટ્રંપે જણાવ્યું કે મે આપણા દેશ તરફથી, મારા તરફથી અને દરેક વ્યક્તિ તરફથી શુભેચ્છા આપી. તેમણે ચુંટણીમાં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું. તે મારા મિત્ર છે અને ભારત સાથે આમારા ખુબ જ સારા સંબંધો છે. પછી ટ્રંપે પછી એક ટ્વિટ પણ કર્યું અને મોદીને મહાન વ્યક્તિ અને ભારતના લોકોના નેતા કહી તેમના વખાણ કર્યા હતા. ટ્રંપે જણાવ્યું કે એ મહાન વ્યકિત અને ભારતના લોકોના નેતા છે. તે લોકો ભાગ્યશાળી છે કે જેમની પાસે મોદી છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!