GSTV
Home » News » સુરતના તક્ષશિલા આર્કેડમાં ફરી એકવાર લાગી આગ

સુરતના તક્ષશિલા આર્કેડમાં ફરી એકવાર લાગી આગ

સુરત તક્ષશિલા આર્કેડનો કાટમાળ ઉતારતા સમયે આગ લાગી હતી. કાટમાળ ઉતારતી વેળાએ આગ લાગતા ફાયરની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. બીજા માળનો કાટમાળ ઉતારવાની કામગીરી દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. મહત્તવનુ છે કે 2 મહિના પહેલા સુરતની આ જ ઈમારતમાં આગ લાગી હતી જેમાં 22 બાળકો હોમાઈ ગયો હતા.

ત્યારે મૃતક બાળકોને ન્યાય મળે તે માટે તેના પરિવારજનો આજે પણ ઝઝૂમી રહ્યા છે. એક મહિનામાં તપાસના નામે નાના અધિકારીઓને ઝડપવામા આવ્યા છે. જ્યારે જવાબદાર મોટા અધિકારીઓને તપાસનાં દાયરાથી દૂર રહ્યા છે. વિદ્યાર્થીઓનાં માતા-પિતા પણ માંગ કરી રહ્યા છેકે, ડીજીવીસીએલ અને ફાયરના કર્મચારીઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે. તક્ષશીલા આર્કેડ બહાર માસૂમ વિદ્યાર્થીઓની યાદ આજે પણ કાયમ જોવા મળી રહી છે. અહીં બાવીસ મૃતક વિદ્યાર્થીઓની તસવીરો મુકવામાં આવી છે. દુર્ઘટના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને કડક સજા થાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. 

READ ALSO

Related posts

સાયન્સના વિદ્યાર્થી હો અને આ વિષય હોય તો યુઝ કરો આ એપ્લિકેશન, આરામથી ભણતર અને ગણતર બંન્ને મળશે

Mayur

પેરિસના ઓલમ્પિયામાં પરફોર્મ કરીને નોરા ફતેહીએ બનાવ્યો આ રેકોર્ડ, આટલા મહિનાથી કરી હતી તૈયારી

Arohi

સ્માર્ટફોનમાંથી ક્લિક કરેલા ફોટોની સાઈઝ વધારે છે ? તો આ રીતે ઘટાડો રેઝોલ્યુશન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!