રાજકોટમાં ફરી એક વખત વિજ્ઞાન જાથા દ્વારા એક ભૂવાની તાંત્રીક છેતરપિંડી પર રોક લગાવી

રાજકોટમાં વધુ એક ભૂવા ભારાડીનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટના માલિયાસણ ગામે ખોડીયાર માતાજીના મંદિરે અરજણ નામનો ભૂવો છેતરપિંડી કરતો હોવાની માહિતી બાદ વિજ્ઞાન જાથાએ રેડ કરીને આ ભૂવાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વિજ્ઞાન જાથાની ટીમે આ ભૂવાને 21 હજારની રોકડ રકમ સાથે પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ભાનુબેન ગોહિલ નામની એક મહિલાએ આ ભૂવા પર આક્ષેપ કર્યો હતો કે અરજણ ભૂવાએ તેના દુખ દર્દને દૂર કરવા માટે રૂપિયાની માંગ ણી કરી હતી. જે અંગે મહિલાએ ફોન રેકોર્ડીંગ પણ કર્યુ હતું. જે બાદ આ ભૂવાનો પર્દાફાસ કરવા જ્યારે વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી ત્યારે તે પગે પડી ગયો હતો.
ADVERTISEMENT