ભારતીય બેટ્સમેનો પર ફરી એક વખત ભારે પડ્યો આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર, બનાવ્યા આ 2 રેકોર્ડ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થના મેદાન પર રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના ઑફ સ્પિનર નાથન લિયોને 5 વિકેટ લઇને ભારતની પ્રથમ ઈનિંગને સમાપ્ત કરી દીધી છે. આ સાથે જ લિયોને જણાવી દીધુ છે કે તેઓ શાનદાર બોલર છે. આમ તો લિયોનની વાત કરીએ તો આ સ્પિનરે ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોને વધારે પરેશાન કર્યા છે.


લિયોનની તોફાની બોલિંગને કારણે એક સમયે મજબૂતીમાં દેખાતી ટીમ ઈન્ડિયા 283 પર ઓલઆઉટ થઇ હતી. પોતાની કારકિર્દીની 82મી ટેસ્ટ રમી રહેલા યજમાન ટીમના હીરોએ આક્રમક રીતે વિકેટ લીધી છે. 5 વિકેટ લેવાની સાથે લાયન ભારત સામેની ટેસ્ટમાં ચોથો અને સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેમના નામે ભારત વિરુદ્ધ 77 વિકેટ છે. પ્રથમ નંબરે જેમ્સ એન્ડરસન 110, બીજા નંબરે મુથૈયા મુરલીધરન, ત્રીજા નંબરે ઇમરાન ખાન 94 અને ચોથા નંબરે લાયન છે. લાયને આ દરમ્યાન વેસ્ટ ઈન્ડીઝના મેલ્કમ માર્શલને (76 વિકેટથી) પાછળ ધકેલ્યો છે.

લિયોનની આ ભારત સામેની સાતમી પાંચ વિકેટ છે. આ સાથે જ ભારત સામેની સૌથી વધુ 5 વિકેટ હૉલ લેવાના મામલે મુથૈયા મુરલીધરનની સાથે પ્રથમ નંબરે પહોંચી ગયો છે. 31 વર્ષનો લાયન જે પોતાની 82મી ટેસ્ટ રમી રહ્યો છે તે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબરે છે. તેમના નામે 331 વિકેટ છે. પ્રથમ નંબરે શેન વૉર્ન (708 વિકેટ), બીજા નંબરે ગ્લેન મેકગ્રા (563 વિકેટ), ત્રીજા નંબરે ડેનિસ લિલી (355 વિકેટ) અને ચોથા નંબરે લાયન છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter