GSTV
Home » News » સૂર્યમંડળના જ આ ગૃહ પર હોય છે 42 વર્ષની રાત અને 42 વર્ષનો દિવસ, એક વર્ષ પૃથ્વીના 84 વર્ષ બરાબર છે

સૂર્યમંડળના જ આ ગૃહ પર હોય છે 42 વર્ષની રાત અને 42 વર્ષનો દિવસ, એક વર્ષ પૃથ્વીના 84 વર્ષ બરાબર છે

દુનિયામાં એવી અનેક રહસ્યમયી વસ્તુઓ છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવો જ રહસ્યમયી ગ્રહ છે યૂરેનસ. વૈજ્ઞાનિકોએ ટેલિસ્કોપની મદદથી તેની શોધ કરી હતી. આ ગ્રહ સૂર્યથી ખૂબ દૂર આવેલો છે. યૂરેનસમાં 42 વર્ષની રાત અને 42 વર્ષનો દિવસ હોય છે.

આ ગ્રહને અરુણ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહ પર અનેક પ્રકારની ગેસ ફેલાયેલી છે. આ ગેસ ખૂબ ખતરનાક પણ હોય છે. આ ગ્રહ સૌરમંડલના આઠ ગ્રહોમાં સૂર્યથી દૂર હોય તેવો સાતમો ગ્રહ છે. અહીંનું એક વર્ષ પૃથ્વીના 84 વર્ષ બરાબર છે. આ ગ્રહ પર સાઉથ અને નોર્થ પોલમાં ખૂબ અંતર છે. એક પોલ સતત 42 વર્ષ સુધી સૂર્યની સામે રહે છે અને તેના કારણે અહીં દિવસ રાત વર્ષોના હોય છે.

આ ગ્રહ સૂર્યથી ત્રણ અરબ કિલોમીટર દૂર છે. યૂરેનસને ઠંડા ગ્રહ તરીકે પણ ઓળખાય છે. અહીં સરેરાશ તાપમાન 197 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પૃથ્વી પાસે એક ચંદ્ર છે જ્યારે યૂરેનસ પાસે 27 ચંદ્ર છે. જો કે તે ખૂબ નાના અને હળવા છે. આ ગ્રહ પર વાતાવરણ જેવું કંઈ નથી. અહીં એકદમ ઠંડા તોફાન આવે છે યૂરેનસ ઉપર મિથેન ગેસની પરત છે.

Read Also

Related posts

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!