આ તારીખે ભાજપના મહિલા મોરચાનું રાષ્ટ્રીય અધિવેશ, વડોદરા નહીં હવે અહીંયા યોજાશે

આગામી 22 અને 23 ડિસેમ્બરે ભાજપ મહિલા મોરચનું રાષ્ટ્રીય અધિવેશન હવે વડોદરાને બદલે અડાલજ નજીક આવેલા ત્રિમંદિર ખાતે યોજાશે. રાષ્ટ્રીય અધિવેશન માટે પહેલા વડોદરાની પસંદગી કરવામાં આવી હતી. મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિ પંડ્યા વડોદરાના છે. તેમજ વડોદરાની નજીક આવેલા કેવડીયામાં પીએમ મોદી ડીજીની બેઠકમાં હાજરી આપવાના હોવાથી શરૂઆતમાં વડોદરા અધિવેશન યોજવાનું નક્કી કરાયું હતું. પરંતુ હવે વડોદરાની બદલે અડાલજના ત્રિમંદિર ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભાજપની મહિલા બ્રિગેડને સંબોધિત કરી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે.
ADVERTISEMENT