GSTV
Entertainment Television Trending Videos Viral Videos

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

ટીવીના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ 14 ના સેટ પર 11 ઓક્ટોબર, 2022ના રોજ રાત્રે 9 વાગ્યે શું જાહેર થવાનું છે? અભિનેતા અમિતાભ બચ્ચનને કોણે રડાવ્યા? ખરેખર, કૌન બનેગા કરોડપતિનો 11 ઓક્ટોબરનો એપિસોડ અમિતાભ બચ્ચનનો બર્થ ડે સ્પેશિયલ હશે. શોમાં જયા બચ્ચન અને અભિષેક બચ્ચન ગેસ્ટ તરીકે આવશે.

અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે. અમિતાભ બચ્ચનના 80 વર્ષ પૂરા થવા પર સેલિબ્રેશન કરવામાં આવે છે. તેથી મેકર્સે અમિતાભ અને કૌન બનેગા કરોડપતિના ચાહકોને મોટી ભેટ આપવાનું નક્કી કર્યું છે. જયા બચ્ચન પહેલીવાર કૌન બનેગા કરોડપતિના મંચ પર આવશે. શોમાં કંઈક એવું થવાનું છે જેના કારણે અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક થઈ ગયા છે. અમિતાભ એટલા ભાવુક થઈ ગયા છે કે તેમના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા.

સામે આવેલા પ્રોમોમાં હોટ સીટ પર બેઠેલા અભિષેક બચ્ચન એક મોટું સરપ્રાઈઝ આપે છે. તેઓ કહે છે – સરપ્રાઈઝ, એમને બોલાવો જે સંબંધમાં અમારી માતા લાગે છે. જયા બચ્ચનને સેટ પર જોઈને અમિતાભ બચ્ચન ખરેખર ચોંકી ગયા. અમિતાભ બચ્ચનની આંખમાં આંસુ આવી ગયા. તેઓ તેમની પત્ની જયા બચ્ચનને શોમાં આવકારે છે, તેમને ગળે લગાવે છે. આ કારણે અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક દેખાયા હતા. ત્યારે જયા બચ્ચને કહ્યું અમિતાભ બચ્ચન વિશે આવી વાત, સાંભળીને અમિતાભ રડી પડ્યા, અભિષેક બચ્ચન પણ ભાવુક દેખાયા. હવે આ વાત શું છે જે જયા બચ્ચને કહી અને અમિતાભ પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યા, તે શો ટેલિકાસ્ટ થશે ત્યારે ખબર પડશે. હાલમાં આ પ્રોમો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

Read Also

Related posts

વર્લ્ડ નંબર ટુ બેલ્જીયમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર: મોરક્કોએ રાઉન્ડ ઓફ 16માં એન્ટ્રી મેળવી

Padma Patel

સાયબર ફ્રોડ / ગઠિયાઓ આ અલગ અલગ કારણો આપી લોકોને બનાવે છે છેતરપિંડીનો શિકાર

Akib Chhipa

મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાએ વંચિત બહુજન અઘાડી સાથે ગઠબંધન કર્યું

Akib Chhipa
GSTV