ઊના રોડ પર સિંહનું બચ્ચું એકલું વિચરણ કરતું હતું પછી ખબર પડી કે માતા ખોવાઈ છે

અમરેલી જિલ્લાના ખાંભા-ઉના હાઈવે પર એક બાળ સિંહ તેની માતાથી અલગ પડી ગયું. સિંહણ વાડીમાં જતી રહી અને બાળ સિંહ વાડીની બહાર રહી ગયું. આ બાળ સિંહ ચાર મહિનાનો છે. વાડી પાસે ફેંન્સીંગ હોવાથી તે ગભરાઈ ગયો હતો. તો સામે છેડે સિંહણ પણ પોતાના સંતાન માટે વિલાપ કરતી જોવા મળી. અહીંથી પસાર થતાં વાહનચાલકોએ પણ બાળ સિંહને તેની માતા સાથે મિલન કરાવવા ઘણી મહેનત કરી પણ તે મહેનત કામ ન લાગી.

કલાકો સુધી બાળ સિંહ તેની માતાથી વિખટું રહ્યું હતું. કેટલાક સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતાં ટીમ આવી પહોંચી હતી. જોકે વન વિભાગની ટીમ આવે તે પહેલા કેટલાક રાહદારીઓએ તેની માતા સાથે મિલન કરાવી દીધું. બાદમાં વનવિભાગ દ્વારા કામગીરી કરી હોય તેવી મુવમેન્ટ ઉભી કરી ઘટનાને દબાવવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter