GSTV
Home » News » અનિલ અંબાણીની કંપનીએ લગ્નની વર્ષગાંઠ પર બિગ બીને આપી આ ગિફ્ટ, ઓછું થયું તેમનું ટેન્શન

અનિલ અંબાણીની કંપનીએ લગ્નની વર્ષગાંઠ પર બિગ બીને આપી આ ગિફ્ટ, ઓછું થયું તેમનું ટેન્શન

અમિતાભ બચ્ચનની લગ્નની વર્ષગાંઠ પર અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેનમેન્ટે તેમને એક મોટી ગિફ્ટ આપી છે. રિલાયન્સ એન્ટરમેન્ટે તેની એક સુપર હિટ ફ્રેન્ચાઈજીની આવનારી ફિલ્મ 20 ડિસેમ્બરની જગ્યાએ 6 ડિસેમ્બર કરી દીધી છે. 20 ડિસેમ્બરના રોજ અમિતાભના લીડ રોલ વાળી ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

હવે આ તારીખ પર ઝુંડ રિલીઝ થશે. હવે આ તારીખ પર સંજય દત્તની પ્રસ્થાનમ પણ રિલીઝ થવાની ચર્ચા ચાલી રહી છે, પરતું હજુ સુધી આ ફિલ્મનું શૂટિંગ પૂરું નથી થયું. સુપર ડુપર મરાઠી ફિલ્મ સૈરાટ બનાવનાર નિર્દેશક નાગરાજ મંજુલે અમિતાભને લઈને ઝુંડ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં બચ્ચન એવા ફુટબોલ ટીમનો કોચ હશે જે ગલીઓમાં રહેતાં બાળકોને લઈને ટીમ બનાવી છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચેમ્પિયન બનાવે છે. ઝુંડને મ્યુઝિક કંપની ટી સીરિઝ પ્રોડયૂસ કરી રહી છે અને તેની રિલીઝ ડેટને લઈ હજી ચર્ચા વિચારણા ચાલી રહી છે.

જે દિવસે અમિતાભની ફિલ્મ ઝુંડ રિલીઝ થશે એ દિવસે જ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ તેની ફિલ્મ કમાન્ડો 3ને રિલીઝ થવાની તૈયારી કરી રહી છે. ફિલ્મને આદિત્ય નિર્દેશિત કરી રહ્યો છે. ઝુંડ અને કમાન્ડો 3 એક જ દિવસે રિલીઝ થવાની છે તે માટે બંને કંપનીઓ વચ્ચે ઘણી ચર્ચા થઈ રહી છે. અમિતાભના લગ્નની વર્ષગાંઠ પર રિલાયન્સ એન્ટરટેનમેન્ટએ જાહેર કર્યું હતું.

કંપની દ્વારા મળેલી જાણકારીમાં કમાન્ડો 3 હવે 20 ડિસેમ્બરની જગ્યાએ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. કમાન્ડોની બંને સીરિઝ સુપરહિટ રહી છે. એવામાં કમાન્ડો 3ની રિલીઝ ડેટ આગળ કરવામાં આવી છે ત્યારે ઝુંડના મેકર્સે રાહતનો શ્વાસ લીધો છે. 6 ડિસેમ્બરે કમાન્ડો 3નો મુકાબલો સેફ અલી ખાનની ફિલ્મ લાલ કપ્તાન અને સૂરજ પંચોલીની ફિલ્મ સેટેલાઈટ શંકરથી થશે.

Read Also

Related posts

આમિર ખાનની દિકરી ઈરા ખાને આ વ્યક્તિને પ્રપોઝ કર્યું, ફોટો થયો વાયરલ

Kaushik Bavishi

ભાગ્યશ્રી 50 વર્ષની ઉંમરે પણ ફેશન રેસમાં મોટી હિરોઇનોને આપે છે ટક્કર

GSTV Desk

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!