NRC પર મમતાનો પલટવાર, જેમણે સત્તા અપાવી તેમણે શરણાર્થી બનાવ્યા

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ  એનઆરસી મામલે કેન્દ્ર સરકારને આડેહાથે લીધી છે.  મમતાએ સવાલ કરતા કહ્યુ કે, જેમણે સત્તા અપાવી છે તેમને આજે શરણાર્થી બનાવવામાં આવ્યા છે. બંગાળમાં આવુ થવા નહીં દેવામાં  આવે. એનઆરસી મુદે મમતા બનર્જીએ કોન્સ્ટીટ્યુશન કલ્બ ઓફ ઈન્ડિયામાં સંબોધન કરતા કહ્યુ કે, 40 લાખથી વધારે લોકોએ ભાજપને મત આવ્યા હતા.

આજે તેમને અચાનક શરણાર્થી બનાવી દેવામાં આવ્યા છે. મમતાએ કહ્યુ કે, બંગાળમાં આવી હાલત નહી થવા દેવામાં આવે.. પશ્વિમ બંગાળમાં ભાગલા પડવા દેવાની કોઈ હિંમત ના કરે. મહત્વનું  છે કે, ગઈ કાલે એનઆરસી મામલે ફાઈનલ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ  વિપક્ષના નિશાને કેન્દ્ર સરકાર આવી છે. ત્યારે મમતાએ કેન્દ્ર સરકારને ઘેરવાની તમામ તૈયારી કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter