કરણવીરની મજાક પર પત્નીએ ઓપનમાં સલમાનને જે પત્ર લખ્યો છે…અધધધ…

bb12નાં આ વીકમાં શુક્રવારે કરણવીર બોહરા કેપ્ટન બની ગયા હતા. આ વીકેંડનાં વોરમાં સલમાન તેની મજાક કરવા લાગ્યાં. અને વાત માત્ર આ વખતની જ નથી પરંતુ આ પહેલા પણ ઘણી વખત આ રીતે સલમાને કરણની મજાક કરેલી છે. પરંતુ આ વખતે કરણની પત્ની ટીજે સિંધુ સલમાન પર ખૂબ ભડકી છે. અને સોશિયલ મીડિયા પર ઓપન પત્ર લખીને જવાબ આપ્યો છે.

તેમાં લખવામાં આવ્યું છે કે, મે રવિવારનો એપિસોડ જોયો અને હું મારા અમુક વિચાર રાખવા માંગુ છે. સૌથી પહેલા હું જણાવી દઉ કે મને નથી ખબર કે મારા લીધે કે પછી કરણના લીધે સલમાનને કોઇ નુકશાન ગયું કે પછી અમારી કઇ ભુલ થઈ હોય. તો એનાં માટે હું પહેલાથી જ માફી માંગી લઉ છું.

આગળ લખે છે કે મને લાગે છે કે તમે બધા કરણથી નારાજ છો પણ એ નહીં ખબર પડતી કે કઈ વાતને લઈને. દર અઠવાડિયે કરણની મજાક બવાનવવામા આવે છે. અને તેની હિમ્મત ઘટાડવાની કોશિશ કરો છો. કરણ એક મહેનતું એક્ટર છે. તેણે પોતાના બળ પર આટલું બધુ ઉભુ કર્યું છે. તમે એની કદર કરો નહીં કે અપમાન. અને તમારી બધી જ વ્યવસ્થાથી કરણ પહેલાથી જ અનુકુળ છે કે જે બીજા નથી હોતા.

READ ALSO


ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter