GSTV
Gujarat Government Advertisement

વાતોનાં વડાં/ મોદી સરકારની અમેરિકાએ ખોલી પોલ : લદ્દાખ મોરચે હજુ ઘણી જગ્યાએ ચીની સેના તૈનાત, નથી હટી સેના પાછળ

અમેરિકા

Last Updated on March 10, 2021 by Bansari

ભારત અને ચીન વચ્ચે થયેલા સમજૂતિ કરાર પ્રમાણે બંને દેશની સેનાઓ લદ્દાખ મોરચે પાછળ હટી છે ત્યારે અમેરિકાના એક ટોચના લશ્કરી કમાન્ડરે સ્ફોટક દાવો કર્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનમાં તૈનાત એડમિરલ ફિલિપ ડેવિડસનનું કહેવું છે કે, ભારતીય સેના સાથે ટકરાવ બાદ ચીન લદ્દાખ બોર્ડર પર ઘણી જગ્યાએ પાછળ હટ્યું નથી.

અમેરિકા

અમેરિકાના ટોચના લશ્કરી અધિકારીએ કર્યો આ દાવો

સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, અમેરિકાએ ભારતને ઘણી ઉપયોગી માહિતી અને ઠંડા વિસ્તારોમાં સૈનિકો માટે જરુરી કપડા તથા બીજા ઉપકરણો પણ પૂરા પાડીને ભારતની મદદ કરી છે.

અમેરિકા

ભારતને અહેસાસ થયો , સંરક્ષણની જરુરિયાતો પૂરી કરવા માટે બીજા દેશો સાથે સહયોગ અનિવાર્ય

અમેરિકાના યુએસ ઈન્ડો પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ ડેવિડસને સેનેટના સભ્યોને જાણકારી આપતા કહ્યું હતું કે, ચીનની સેનાએ શરુઆતમાં ટકરાવ બાદ જે વિસ્તારો પર કબ્જો કર્યો હતો તેમાંથી ઘણી જગ્યાએથી તે પાછળ હટયું નથી. ચીન સાથેના ઘર્ષણ બાદ ભારતને અહેસાસ થયો છે કે, સંરક્ષણ માટેની કેટલીક જરુરિયાતો પૂરી કરવા માટે બીજા દેશો સાથે સહયોગ અનિવાર્ય છે.

અમેરિકા

આ પહેલાં ભારત વૈશ્વિક સ્તરે તટસ્થ રહેવાનું વલણ અપનાવતું હતું પણ ચીન સાથેના ટકરાવે ભારતને અહેસાસ કરાવ્યો છે કે, બીજા દેશો સાથે સહયોગ રાખવાના પરિણામો ભારતના હિતમાં છે. તેમણે કહ્યું હતું કે, ભારત સાથે અમેરિકાનો સમુદ્રી સહયોગ પણ વધી રહ્યો છે અને મને લાગે છે કે, ભારત અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથે પોતાના સબંધો વધારે મજબૂત બનાવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં ભાજપે કહ્યું જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળ્યો દોષનો ટોપલો

Damini Patel

Live બુલેટિનમાં એન્કરનું ઉભરાઈ આવ્યું પગાર ના મળવાનું દર્દ, રાઘવાયેલી ચેનલે ગણાવ્યો પી-ક્લાસ

Pritesh Mehta

ઈન્દિરા ગાંધી કાળની ઈમરજન્સીની અંતિમ નિશાનીને 46 વર્ષ બાદ મોદી-શાહે બનાવી દીધો ઈતિહાસ, બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!