રાજયમાં આ વરસે પડેલા ઓછા વરસાદને કારણે રાજયમાં ઠેરઠેર પાણીની સમસ્યા ઉભી થઇ રહી છે. કેટલાક સ્થાનો હાલમાં જ પાણીની અછતની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. મોટા પાંચ દેવડા પાસે સ્થિત નાની સિંચાઇના ડેમમાંથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ડેમમાંથી પાણીનો જથ્થો ઉપાડવાનો આરંભ કરાયો છે. પાણી ઉપાડવાની વાત ફેલાતાં ગ્રામજનોએ ડેમ સાઇટ પર ભેગા થઇ ગયા હતા અને તંત્રની નીતિનો વિરોધ કર્યો હતો. ગ્રામજનોની નારાજગી સહિતના વિરોધ પ્રદર્શનને કારણે પોલિસ સ્થળ પર પહોંચીને સ્થિતીને સાચવવાના પ્રયત્નોમાં લાગી ગઇ હતી.

Related posts
