GSTV

ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે પોલીસે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો

Last Updated on September 14, 2018 by Mayur

અમદાવાદના બિસ્માર રસ્તાઓ ટ્રાફિક અને રખડતા ઢોરની સમસ્યાના મામલે અમદાવાદ પોલીસે હાઇકોર્ટમાં એકશન ટેકનો રિપોર્ટ રજૂ કર્યો છે. ઓગસ્ટ મહિનામાં પાર્કિંગના નિયમોના ઉલ્લંઘન બદલ  46117  spot કેસો જ્યારે 10220  અન્ય કેસ કરાયા છે.

અમદાવાદમાં આડેધડ પાર્કિંગને રોકવા માટે ૨૮ ટોઇંગ ક્રેન કાર્યરત છે. જેમાં ઓગસ્ટ મહિનામાં 14,563 વાહનો ટોઇંગ કરાયા છે. તો જાહેર રસ્તા પર અવરોધ ઉભા કરવાના 448 કેસો કરાયા છે. જ્યારે કે મોલ-મલ્ટીપ્લેક્સ રેસ્ટોરેન્ટ હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતના એસ્ટાબ્લિશમેન્ટમાં 1449 જેટલી સંસ્થાઓને નોટિસ અપાઇ.

તો પાર્કિંગના નિયમોના ચુસ્ત પાલનની જવાબદારી પણ અધિકારીઓને સોંપાઈ. આ સાથે સોંપાયેલી જવાબદારી ન નિભાવી શકે તેવા અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવા પણ આદેશ અપાયા છે.

આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનાર બીઆરટીએસ અને એએમટીએસ બસને પણ દંડ કરાયો છે. તો સંખ્યાબંધ બસોને સીસીટીવી રેકોર્ડિંગના આધાર પર ઈ-મેમો ઇશ્યૂ કરાયા છે.

Related posts

દિવાળી સુધરી / ગાંધી રોડના ઇલેક્ટ્રોનિક બજારમાં રોનક, કોરોનાની થપાટ બાદ ગ્રાહકોની ભારે ભીડ

Pritesh Mehta

AMC ફરી શરૂ કરશે પોતાની આ સેવા, BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મળશે સુવિધા

Pritesh Mehta

આવી દિવાળી: અમદાવાદની બજારોમાં જોવા મળ્યો દિવાળીનો ઝગમગાટ ઇલેક્ટ્રોનિક બજારમાં જામી ગ્રાહકોની ભીડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!