GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

સુરેન્દ્રનગર નવા બસ સ્ટેન્ડ મુદ્દે કોંગ્રેસ થાળી- વેલણ વગાડી વિરોધ કરશે

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી પાડી નાંખ્યા બાદ નવું બસ સ્ટેન્ડ બનાવવામાં ન આવતાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા રૂા. ૮.૨૯ કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવવાનું ટેન્ડર બહાર પાઠવામાં આવ્યું છે. પરંતુ વર્ષ ૨૦૧૪માં બહાર પાડેલ બજેટમાં નવા બસ સ્ટેન્ડ માટે રૂા. ૫૫ કરોડ ફાળવવામાં આવ્યાં હતાં. 

ત્યારે સરકારે બસ સ્ટેન્ડની કામગીરી અંગે અન્યાય કર્યો છે અને માત્ર રૂા. ૮ કરોડ ફાળવ્યાં છે ત્યારે અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં આજે તા.૦૮-૦૬-૨૦૧૯ના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બસ સ્ટેન્ડ ખાતે સવારે ઘંટનાદનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરનું મુખ્ય બસ સ્ટેન્ડ ભુકંપ બાદ જર્જરીત હોય નવું તેમજ આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ ઘણા વર્ષો વિતી ગયા હોવા છતાં નવા બસ સ્ટેન્ડ અંગે કોઈ જ કાર્યવાહી હાથધરવામાં આવી નથી. આ ઉપરાંત છેલ્લા બે-ત્રણ વર્ષથી બસ સ્ટેન્ડ પાડી નાંખ્યા બાદ પણ નવા બસ સ્ટેન્ડ અંગે સ્થાનિક રાજકીય આગેવાનો સહિતના નેતાઓએ કોઈ જ રસ દાખવ્યો નથી. જયારે તાજેતરમાં સરકાર દ્વારા નવા બસ સ્ટેન્ડનું ટેન્ડર  બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ રૂા. ૮.૨૯ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. 

તેમ છતાંય નવું બસ સ્ટેન્ડ બનશે કે નહિ અથવા કયારે બનશે તે અંગે પ્રજાજનોમાં અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી છે ત્યારે અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ ન આવતાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સવારે બસ સ્ટેન્ડ ખાતે ઘંટનાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ સરકાર સહિત સ્થાનિક રાજકીય આગેવાનોને થાળી-વેલણ વગાડી જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા કોંગ્રેસનાં અગ્રણી ગિરિરાજસિંહ ઝાલા સહિતના સ્થાનિક હોદ્દેદારો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.

READ ALSO

Related posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1056 કેસો નોંધાયા, ફક્ત છેલ્લા 10 દિવસમાં 10682 કેસો આવ્યા સામે

pratik shah

સુશાંત સિંહ રાજપુત કેસ: રિયા ચક્રવર્તીનું નવુ ગતકડું, મીડિયા ટ્રાયલ સામે કરી સુપ્રીમમાં અરજી

Bansari

યુએસના બાલ્ટિમોરમાં સર્જાયો ભયાનક ગેસ વિસ્ફોટ, કાટમાળમાં ફસાયા લોકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!