GSTV

નર્મદા કેનાલ મુદ્દે ખેડૂતોએ કુંવરજી બાવળીયાનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કર્યો

Last Updated on August 6, 2018 by Mayur

રાજ્યના પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. વઢવાણ તાલુકાના આઠથી વધુ ગામોના ખેડૂતોએ નર્મદાની કેનાલમાં પાણી છોડવા કુંવરજીભાઇ બાવળિયાનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.

અને જો આગામી ત્રણ દિવસમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવાની  ચિમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીના આયોજન સંદર્ભે બેઠકમાં કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત હતા. ત્યારે મેથાણ, પેઢડા, ચરાડી, અખિયાણા સહિતના ગામોના ખેડૂતોએ તેમને ઉગ્ર રજૂઆત કરી હતી.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

નવસારી કૃષિ યુનિ. ખાતે યોજાયું બેનમૂન પ્રદર્શન, બામ્બુ મિશન વાસની ખેતીને અપાયું પ્રોત્સાહન

Pritesh Mehta

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!