GSTV
Home » News » પોરબંદર બેઠક પર ક્રિટીકલ પોલીંગ બૂથ મામલે હાઇકોર્ટમાં ધા, કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસ

પોરબંદર બેઠક પર ક્રિટીકલ પોલીંગ બૂથ મામલે હાઇકોર્ટમાં ધા, કોર્ટે ચૂંટણી પંચને ફટકારી નોટીસ

gujarat highcourt

દરેક ચૂંટણીમાં નેતાઓ પોતાનાં મની મસલ્સ પાવરનો ઉપયોગ કરીને મતદાન પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરતા હોય છે. તેમજ અનેક વિસ્તારો એવા હોય છે,જેમાં આવેલા મતદાન કેન્દ્રોને અલગ તારવીને ચૂંટણી પંચ તેને સંવેદનશીલ અથવા અતિસંવેદન શીલ કેટેગરીમાં મુકીને તેનાં પર વિશેષ ધ્યાન આપતા હોય છે. ગુજરાતમાં તો સ્થિતી હજુ સારી છે. પરંતું ઉત્તર તેમજ ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં અને નકસલ પ્રભાવિત રાજ્યોમાં નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન કરાવવું તે ચૂંટણી પંચ માટે પડકાર સમાન બની જતું હોય છે. ગુજરાતની 26 બેઠકો પૈકી ઘણી બેઠકો એવી છે,જ્યા મતદાન હેમખેમ પાર પડે તે ચૂંટણી પંચ માટે મોટો પડકાર બની જતો હોય છે.

High Court

સૌરાષ્ટ્રની પોરબંદર લોકસભા બેઠક પર આવતા અનેક મતદાન કેન્દ્રો એવા છે,જેમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવે છે.રાજકોટ,પોરબંદર અને જુનાગઢ એમ કુલ 3 જિલ્લામાંથી બનેલી પોરબંદર લોકસભા બેઠક પર ગોંડલ વિસ્તારમાં આવતા મતદાન મથક ઘણાં ક્રિટીકલ છે. તેમ છતાંઆ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં ચૂંટણી પંચ ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ માટે જાગૃત નાગરીકો દ્વાર ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખકડાવવામાં આવ્યા છે. જેને લઇને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે ચૂંટણી પંચને નોટીસ ફટકારી છે.

પોરબંદર લોકસભા બેઠક પર થયેલી અરજી મુદ્દે હાઇકોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. ગોંડલ વિસ્તારના અનેક બુથને સંવેદનશીલ અને ક્રિટિકલ જાહેર કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પોલિંગ બુથ પર નેતાઓની ધાકના કારણે સ્થાનિક પોલિંગ એજન્ટ તૈયાર ન થતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અરજીને લઇને હાઇકોર્ટે ચૂંટણીપંચને નોટિસ ફટકારી છે.

READ ALSO

Related posts

સલમાન સહિતના સ્ટાર્સની મુસીબતમાં વધારો, કાળિયાર કેસ ચલાવવાની અરજી સ્વીકારાઈ

Mayur

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધારે ખરાબ હશે તો હું જાતે શ્રીનગરની મુલાકાતે જઈશ

Mayur

VIDEO : નર્મદા ડેમની બદલાઈ રોનક, અદભૂત સજ્યા શણગાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!