GSTV
India News ટોપ સ્ટોરી

યુક્રેન સંકટ/ મોદીના કહેવા પર પુતીને ખારકીવમાં આટલા કલાક માટે રોકી દીધું યુદ્ધ, ભારતીયોને સુરક્ષિત નીકળવાનો આપ્યો મોકો

યુક્રેન

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ બુધવારે આશરે છ કલાક માટે ખારકીવ શહેર પર હુમલો રોકી દીધો હતો. કેટલાંક રિપોર્ટસમાં કરવામાં આવેલા દાવા અનુસાર ભારતની પહેલ પર રશિયાએ આ પગલું ભર્યુ કારણ કે ભારતીયોને સરળતાથી પ્રભાવિત ક્ષેત્રોમાંથી કોઇ ખતરા વિના બહાર નીકળવાનો મોકો મળી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાબિમીર પુતિન સાથે વાત કરી અને યુક્રેનથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી.

જો કે, ખારકિવમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાના પ્રયાસ પર પત્રકાર આદિત્ય રાજ કૌલે મોડી રાતે ટ્વિટ કરીને કહ્યું, ‘થોડીવાર માટે વિચારો. યુદ્ધ ફાટી નીકળ્યા બાદ અમેરિકા અને ચીન પોતાના નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં લાચારી અનુભવી રહ્યા છે. ભારતે આજે ખારકીવમાં 6 કલાક સુધી યુદ્ધ રોકવામાં સફળતા મેળવી હતી જેથી કરીને ભારતીયો સુરક્ષિત રીતે નીકળી શકે. આ એક સકારાત્મક બાબત છે. ટૂંક સમયમાં અન્ય ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવશે.

તે જ સમયે, નીતિન એ. નીતિન એ. ગોખલેએ ટ્વીટ કર્યું, “રશિયનો તમામ ભારતીયોને ખારકિવથી સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે છ કલાકનો સમય આપવા માટે સંમત થયા છે. આ સમયમર્યાદા બુધવારે રાત્રે 9.30 વાગ્યા સુધી છે.

ભારતીય દૂતાવાસે બુધવારે પણ વિદ્યાર્થીઓ સહિત તેના તમામ નાગરિકોને પોતાની રક્ષા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તરત જ ખારકિવ છોડી દેવા જણાવ્યું હતું. દૂતાવાસે કહ્યું કે ભારતીય નાગરિકોએ વહેલામાં વહેલી તકે ખારકિવ છોડીને પેસોચિન, બાબાયે અને બેઝલ્યુડોવકા પહોંચવું જોઈએ, જે લગભગ 16 કિમીના અંતરમાં છે.

જણાવી દઈએ કે બુધવારે પુતિન સાથે વડા પ્રધાન મોદીની વાતચીત એવા સમયે થઈ જ્યારે ગઈકાલે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસીને લઈને ભારતમાં ચિંતાનું વાતાવરણ હતું. રશિયન સેના ખારકિવમાં મોટાપાયે ગોળીબાર કરી રહી હતી. પુતિન સાથે વાતચીત પહેલા મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ઉપરાંત કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

બીજી તરફ, ભારતીય વાયુસેનાના ચાર વિમાન યુક્રેનમાં ફસાયેલા 798 ભારતીયોને રોમાનિયાની રાજધાની બુકારેસ્ટ, હંગેરીની રાજધાની બુડાપેસ્ટ અને પોલેન્ડના ઝેઝોં શહેરથી લઇને ગુરુવારે હિંડોન એરફોર્સ બેઝ પહોંચ્યા હતા. સૂત્રોએ આ માહિતી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું કે બુકારેસ્ટથી 200 મુસાફરોને લઈને ભારતીય વાયુસેનાનું પ્રથમ વિમાન બુધવારે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે હિંડન એરફોર્સ બેઝ પહોંચ્યું હતું. કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે ત્યાં તેમનું સ્વાગત કર્યું. સૂત્રોએ જણાવ્યું કે આ ચાર ફ્લાઈટ્સ ભારતીય વાયુસેનાના સી-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની હતી.

તેમણે કહ્યું કે બુડાપેસ્ટથી 210 ભારતીયોને લઈને જતું બીજું ભારતીય વાયુસેનાનું વિમાન ગુરુવારે સવારે હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું. થોડા સમય પછી, 208 નાગરિકો સાથે ઝેઝોવથી ત્રીજું વિમાન અહીં આવ્યું. ચોથું વિમાન બુકારેસ્ટથી 180 ભારતીયોને લઈને એરબેઝ પર પહોંચ્યું હતું. રશિયાએ યુક્રેનના પડોશી દેશો જેમ કે રોમાનિયા, હંગેરી અને પોલેન્ડ થઈને યુક્રેન પર આક્રમણ કર્યા બાદ ભારત યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા પોતાના નાગરિકોને સ્વદેશ લાવી રહ્યું છે.

Read Also

Related posts

ગૃહ વિભાગ આગામી દિવસોમાં લાવી શકે છે એક નવો વટ હુકમ, ATSના કર્મચારીઓની પડતર માંગનો આવી શકે છે નિવેડો

pratikshah

રાજકોટ / બિશ્નોઇનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે CBI, બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરાશે

Kaushal Pancholi

હદ છે! સુરેન્દ્રનગરમાં GRP પોલીસના જવાને કરી મહિલાની છેડતી, બી ડીવીઝન પોલીસ કરી અટકાયત

pratikshah
GSTV