72માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશને સંબોધિત કર્યો અને તેમણે દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી. તેમણે કહ્યું અંતરિક્ષથી લઈને ખેતરો સુધી, શિક્ષણ સંસ્થાનોથી લઈને હોસ્પિટલો સુધી, વૈજ્ઞાનિક સમુદાયે આપણા જીવન અને કામકાજને સરળ બનાવ્યું છે.

દેશમાં ચાલી રહેલા ખેડુત આંદોલન વચ્ચે રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિપરિત પ્રાકૃતિક પરિસ્થિતિઓ, અનેક પડકાર અને કોરોના મહામારી છતાં આપણાં ખેડુત ભાઈઓ-બહેનોને કૃષિ ઉત્પાદનમાં કોઈ કમી આવવા દીધી નથી. આ કૃતજ્ઞ દેશ આપણાં અન્નદાતા ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, સિયાચિન અને ગલવાન ઘાટીમાં માઈનસ 50 થી 60 ડિગ્રી તાપમાનમાં, જેસલમેરમાં 50 ડિગ્રી સેન્ટિગ્રેડથી વધારેનું તાપમાનમાં, ધરતી, આકાશ અને દરિયા કિનારે આપણી સેના ભારતની સુરક્ષાનું દાયિત્વ નિભાવે છે. આપણાં સૈનિકોની બહાદુરી, દેશપ્રેમ અને બલિદાન પર આપણે સૌ દેશવાસીઓને ગર્વ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ
- વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન
- વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ
- કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો
- IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી