GSTV
Home » News » ઉતરાયણનું પર્વ પક્ષીઓ માટે ઘાતક, કુલ ૭૦૯ પક્ષીઓ થયાઘાયલ

ઉતરાયણનું પર્વ પક્ષીઓ માટે ઘાતક, કુલ ૭૦૯ પક્ષીઓ થયાઘાયલ

અમદાવાદમાં ઉતરાયણના દિવસે એટલે કે આજના દિવસમાં સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 709 પક્ષીઓ ઘાયલ થયા છે..જેમાંથી 649 પક્ષીઓને બચાવી લેવાયા છે. તો કમનસીબ વાત એ છેકે 60 પક્ષીઓના મૃત્યુ થયા છે…ઘાયલ પક્ષીઓમાં વધુ કબૂતર , સમડી ,મોર, ઘુવડ જેવા પક્ષીઓ વધુ છે. ઘાયલ થયેલા પક્ષીઓને બોડકદેવ ખાતે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને શહેરના અન્ય 9 સેન્ટરોમાં સારવાર આપવામાં આવી છે.

અમદાવાદમાં પક્ષીઓ ને બચાવવા માટે 10 મુખ્ય સારવાર કેન્દ્રો અને 20 પ્રાથમિક સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 68 જેટલા રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતાં. કરુણા અભિયાન 2020 અંતર્ગત વન વિભાગ, પશુ પાલન વિભાગ , એનજીઓ, દ્વારા પક્ષીઓને બચાવવાનું આ અભિયાન હાથ ધરાયુ હતું…..ઉતરાયણના 5 દિવસ પહેલા થી અત્યાર સુધી કુલ 1283 પક્ષીઓ ઘાયલ થયા છે.. જેમાં 1181 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે..જ્યારે 102 પક્ષીઓના મૃત્યુ થયા છે.. વન વિભાગ ના જણાવ્યા પ્રમાણે ગત વર્ષ કરતા આ વર્ષે પક્ષીઓની ઘાયલ થવાની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે

ઉતરાયણનું પર્વ પક્ષીઓ માટે ઘાતક
અમદાવાદમાં સાંજના ૬ વાગ્યા સુધીમાં કુલ ૭૦૯ પક્ષીઓ ઘાયલ થયા
૬૪૯ પક્ષીઓને બચાવી લેવાયા
૬૦ પક્ષીઓના મૃત્યુ થયા
કબૂતર , સમડી ,મોર, ઘુવડ જેવા પક્ષીઓ વધુ ઘાયલ થયા
ઉતરાયણના ૫ દિવસ પહેલાથી અત્યાર સુધી કુલ ૧૨૮૩ પક્ષીઓ ઘાયલ થયા
૧૧૮૧ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા
પાંચ દિવસમાં કુલ ૧૦૨ પક્ષીઓના મૃત્યુ પામ્યા
ગત વર્ષ કરતા ઘાયલ પક્ષીઓની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો

READ ALSO

Related posts

ટ્રમ્પ અને મેલેનિયા રેટિયો કાંતવામાં મૂઝાતાં જાણો કોણે કરી મદદ, કોણ છે આ મહિલા ?

Mayur

વડાપ્રધાન મોદી મારા સાચા મિત્ર છે, અમે આતંકવાદ પર એક્શન લેવા પાકિસ્તાનને મજબૂર કર્યું

Mayur

નમસ્તે ટ્રમ્પ : 1 લાખની ભીડ જોઈ ટ્રમ્પ થયા ગદગદિત, મોદીએ નવા અધ્યાયની શરૂઆત ગણાવી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!