GSTV

નવરાત્રીની મહાનવમીએ જરૂર રાખો આ વાતોનું ખાસ ધ્યાન, નહીંતર કરી બેસશો તમારુ પોતાનું જ મોટુ નુકસાન

નવરાત્રી

Last Updated on October 14, 2021 by Bansari

નવરાત્રિની નવમી તિથિએ (Navratri Navami) પૂજા-હવન જરૂર કરવું જોઇએ. ત્યારે જ પૂજાનું પૂરુ ફળ પ્રાપ્ત થાય છે. મહાનવમીના દિવસે મા દુર્ગાની પૂજા કરવાથી જીવનમાં દરેક બાબતોમાં સફળતા મળે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ આ દિવસે નવું કામ શરૂ કરવા અંગે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નહીંતર ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

મહાનવમી પર આ બાબતોનું રાખો ધ્યાન

નવરાત્રિની નવમી તિથિને ખાલી તિથિ તરીકે ગણવામાં આવે છે. એટલે કે આ દિવસે કોઈપણ કામ કરવાથી સફળતા મળતી નથી. માટે આ દિવસે ક્યારેય કોઈ નવું કામ ન કરો.

આ દિવસે આક્રમકતા વધે છે, તેથી સાવચેતીથી વ્યવહાર કરો.

નવરાત્રી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવમી તિથિએ દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ, પરંતુ આ દિવસે શિવની પૂજા ન કરવી જોઈએ.

નવમી પર હવન-પૂજા પછી, દુર્ગા સપ્તશતીનો પાઠ ચોક્કસપણે કરો. આ સાથે, મા દુર્ગાની કૃપાથી, તમને દરેક કાર્યમાં સફળતા મળશે.

નવમીના દિવસે ભૂલથી દૂધીની બનેલી વસ્તુ ખાશો નહીં. શાસ્ત્રો અનુસાર આ દિવસે દૂધી ખાવી ગૌમાંસ ખાવા જેવું છે. આ દિવસે માત્ર પુરી, હલવો, કોળાનું શાક, ચણા જ ખાઓ.

મહાનવમી હવનનું શુભ મુહૂર્ત

નવરાત્રીની મહાનવમી તિથિ 13 ઓક્ટોબર રાત 8.07 મિનિટથી 14 ઓક્ટોબર સાંજે 6.52 મિનિટ સુધી રહેશે. આ દરમિયાન પૂજા માટે સુભ મુહૂર્ત બ્રમ્હ મુહૂર્તમાં સવારે 4.42થી 5.31 સુધી અને અભિજીત મુહૂર્ત સવારે 11.44 થી 12.30 સુધી રહેશે. સાથે જ આ વખતે 14 ઓક્ટોબરે સવારે 9.36થી આખા દિવસે રવિ યોગ રહેશે.

આ રીતે કરો પૂજા

નવમીના દિવસે સવારે જકળડી નહિ સાફ કપડાં પહેરો. માતા સિદ્ધિદાત્રી માટે પ્રસાદ તૈયાર કરો. માતાને ભોગમાં નવરસ યુક્ત ભોજન અને 9 પ્રકારના ફૂલહાર ચઢાવવા જોઈએ. ત્યાર પછી ધૂપ-દીપ પ્રગટાવો. માતાની આરતી કરો. નવમીના દિવસે માતાના બીજ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. એ સમયે ભક્તોની બધી મનોકામના પુરી થાય છે. એની સાથે જ પુરા વિધિ-વિધાનથી હવન કરવું જોઈએ. અંતમાં 2થી 10 વર્ષની કન્યાઓનું પૂજન કરવું જોઈએ. એમને હલવા પુરીનું ભોજન કરાવવું જોઈએ અને ભેટ આપવી જોઈએ. જો 9 કન્યાઓ ન બોલાવી શકો તો 2 કન્યાઓનું પૂજન પણ કરી શકો છો.

Read Also

Related posts

Bigg Boss 15/ અફસાનાને સલમાનની ફટકાર, ઇન્ટિમેસીને લઇ ઈશાન-માઇશાની લાગી ક્લાસ

Damini Patel

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

શાન ઠેકાણે આવી/ ગરીબોની મદદ કરવાનું વચન આપ્યું શાહરૂખના દિકરાએ, NCB ને કહ્યું- કંઈક એવું કરીશ જેનાથી આપને મારા પર ગર્વ થશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!