GSTV
Home » News » ફારૂક અબ્દુલ્લાના રામ મંદિર પરના વિવાદિત નિવેદન પર, તો શ્રીરામ પણ ત્યાં રહેવા આવશે નહીં

ફારૂક અબ્દુલ્લાના રામ મંદિર પરના વિવાદિત નિવેદન પર, તો શ્રીરામ પણ ત્યાં રહેવા આવશે નહીં

farooq abdullah news

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાના અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે નિવેદનબાજી પર રાજકીય પલટવાર ચાલુ છે. જેડીયુના નેતા પવન વર્માએ નિવેદન પર વાંધો વ્યક્ત કરતા કહ્યુ છે કે ફારુક અબ્દુલ્લાએ હિંદુઓને ઉપદેશ આપવાની જરૂરત નથી. રામમંદિર આસ્થાનો પ્રશ્ન છે અને તેના સંદર્ભે આના આધાર પર જ વિચારી શકાય છે.

ફારુક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે રામમંદિરના મુદ્દે લડાઈ દેશવાસીઓ માટે નથી. રામ લોકોના હ્રદયમાં વસે છે અને જો અયોધ્યામાં રામમંદિર બનશે, તો પણ શ્રીરામ ત્યાં રહેવા માટે આવશે નહીં. આવી ટીપ્પણી સંદર્ભે જેડીયુના નેતા પવન વર્માએ પ્રતિક્રિયા આપી છે કે સૌથી પહેલા તો તેઓ ફારુક અબ્દુલ્લાને કહેવા માગે છે કે હિંદુઓને તેમના ઉપદેશની જરૂરત નથી. રામ લોકોના દિલમાં રહે છે મંદિરમાં નહીં, તેવું કહેનારા ફારુક અબ્દુલ્લા કોણ છે? પવન વર્માનું કહેવુ છે કે પહેલા તો તેમણે ક્હ્યુ છે કે બીજા મહત્વપૂર્ણ મુદ્દાઓની અવગણના કરીને રામમંદિરને તૂલ આપી રહ્યા છે.

જેડીયુના નેતાએ કહ્યુ છે કે રામના રહેવા માટે મંદિર નિર્માણની કોઈ જરૂરત નથી. એવું કહેનારા ફારુક અબ્દુલ્લા કોણ છે? આ કોઈ આમાંથી અને બીજામાંથી પસંદગી કરવા જેવી કોઈ વાત નથી. લોકો મંદિરમાં પૂજા કરવા માટે જાય છે અને આ લોકોનો ધાર્મિક વિશ્વાસ છે. પવન વર્માએ કહ્યુ છે કે સરકારોનું કામ છે કે તેઓ વિકાસ કાર્ય કરે. કોઈપણ દેશમાં આસ્થા અને વિકાસના સવાલને એકબીજાના વિરોધમાં જોઈ શકાય નહીં. આ બંને વચ્ચેનું સંતુલન યોગ્ય રીતે હોવું જોઈએ. પરંતુ તેઓ ફારુક અબ્દુલ્લા પાસેથી આવી બીજી કોઈ સલાહ સાંભળવા ચાહતા નથી.

Read Also 

Related posts

દેશ આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિથી સંઘર્ષ કરી રહ્યો છે: કોંગ્રેસ

Path Shah

જ્યારે હોસ્પિટલનાં એક દર્દીએ 4 લોકોની કરી હત્યા અને ઘણાને કર્યા ઘાયલ

Path Shah

ત્રણવાર ઓસ્કર વિનર રહેલા એનિમેટર વિલિયમ્સનું 86 વર્ષની ઉંમરમાં નિધન 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!