GSTV
Home » News » ગાંધીનગર રેલવે સ્ટેશને નિર્માણ કામને લઇને તા. 27 મી મે સુધી 7 ટ્રેનોનું સંચાલન ખોરવાશે

ગાંધીનગર રેલવે સ્ટેશને નિર્માણ કામને લઇને તા. 27 મી મે સુધી 7 ટ્રેનોનું સંચાલન ખોરવાશે

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલા નિર્માણ કામને લઇને આ સ્ટેશનને તા.૨૭ મે સુધી બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે આણંદ-ગાંધીનગર, અમદાવાદ-ગાંધીનગર મેમુ ટ્રેન સળંગ એક અઠવાડીયા સુધી રદ કરવામાં આવી છે. તેમજ શાંતિ એક્સપ્રેસ ટ્રેનને અમદાવાદથી સંચાલિત કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત અમદાવાદ-પાલનપુર વિભાગમાં ચાલતા મરામતના કામને લીધે સાત ટ્રેનોના સંચાલનને આજે મંગળવારે અસર થશે જેમાં ચાર ટ્રેનો આજ રદ રહેશે જેના કારણે મુસાફરોને પરેશાની ભોગવવી પડશે.

ટ્રેન નં. ૧૯૩૦૯ ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ આગામી તા.૨૭ મે સુધી અમદાવાદથી ચાલશે અને આ ટ્રેન ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રદ રહેશે. ૨૬ મે સુધી ઇન્દોરથી ઉપડનારી ટ્રેન નં.૧૯૩૧૦ ઇન્દોર-ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ પણ અમદાવાદ સુધી જ દોડાવાશે. આ ટ્રેન પણ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે રદ રહેશે.

તા.૨૬ મે સુધી ૬૯૧૯૧ આણંદ-ગાંધીનગર મેમુ ટ્રેન રદ રહેશે. તા.૨૭ મે સુધી ૬૯૧૯૨ ગાંધીનગર-આણંદ મેમુ ટ્રેન રદ રહેશે. તેમજ ટ્રેન નં.૬૯૧૩૧/૩૨ અમદાવાદ-ગાંધીનગર-અમદાવાદ મેમુ ટ્રેન ૨૭ મે સુધી રદ રહેશે.

બીજી તરફ પાલનપુર-જોધપુર વચ્ચે દોડતી ટ્રેનને તા.૨૫ મે સુધી ભગત કી કોઠી સુધી જ દોડાવાશે. આ ટ્રેન ભગત કી કોઠીથી જોધપુર વચ્ચે આ સમયગાળા દરમિયાન રદ રહેશે. ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર સ્ટેશન પર સીસી એપ્રોનનું કામકાજ ચાલી રહ્યું હોવાથી આ ટ્રેનને આંશિક રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ-પાલનપુર વિભાગમાં તા.૨૧ મે ને મંગળવારના એક દિવસ માટે ડાંગરવા-ઝુલાસણ સ્ટેશનો વચ્ચે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા નિર્માણ કામ હાથ ધરાનાર છે. જેના કારણે આ દિવસે સાબરમતી-મહેસાણા ડેમુ ટ્રેન, સાબરમતી-પાટણ-સાબરમતી ડેમુ ટ્રેન, મહેસાણા-સાબરમતી ડેમુ ટ્રેન સંપૂર્ણ રદ રહેશે.

અજમેર-અમદાવાદ ઇન્ટરસિટી મહેસાણા-અમદાવાદ વચ્ચે રદ રહેશે. અમદાવાદ-ગ્વાલિયર-અમદાવાદ ઝુલાસણ વચ્ચે ૧:૩૦ કલાક મોડી રહેશે. તેમજ ગંગાનગર-ત્રિચરાપલ્લી હમસફર એક્સપ્રેસ મહેસાણા-આંબલિયાસણ વચ્ચે ૧:૩૦ કલાક મોડી રહેશે.

આમ ઉનાળા વેકેશનના આ પિરિયડમાં ટ્રેનોની સેવા અસર પામતા હજારો મુસાફરોએ ભારે હાલાકીમાં મુકાવું પડશે. એકબાજુ ટ્રેનોમાં બેસવાની જગ્યા મળતી નથી. અને તેવામાં વારંવારના વિવિધ કામો આગળ ધરીને ટ્રેનો ટૂંકાવી દેવી કે રદ કરી દેવાથી મુસાફરોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.

Read Also

Related posts

જામિયા હિંસા પર દિલ્હી પોલીસે 70 આરોપીઓના ફોટા જાહેર કર્યા, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

IND vs NZ: રોહિતે 2 છક્કા ફટકારતા સુપરઓવરમાં જીત્યું ભારત, સદીના મહાનાયકે ટ્વીટ કરી કહ્યું…

Ankita Trada

વડોદરામાં યુવતીની અપંગતા દૂર કરવાનું કહી બોગસ ડોક્ટરે પડાવ્યા હજારો રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!