GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

એ દિવસે મહેશ ભટ્ટ ઘરે પહોંચ્યા અને પરવીન બોબીના હાથમાં ચાકુ હતું…

વિતેલા જમાનાની અને 70ના દશકની મોખરાની અભિનેત્રી પરવીન બોબીની આજે બર્થડે છે. એ સમયમાં પોતાની સુંદરતા અને દમદાર અભિનયના પગલે પરવીન બોબી બોલીવુડ પર ટોચની અભિનેત્રી હતી. ફિલ્મી કારકિર્દીમાં પરવીન બોબી ખૂબ જ સફળ થયા હતા. પરંતુ તેઓ તેમની અંગત જીવનમાં ઘણાં દુ:ખી હતા. પરવીનને જેમણે પણ પ્રેમ કર્યો તેઓ તેમને છોડીને દુર જતા રહ્યા. પરવીન બોબીના જીવનમાં અભિનેતા ડેનીનું ખુબ મહત્વ હતું. તેઓ એકબીજાના ગળાડુબ પ્રેમમાં હતા. આ વાત કોઈનાથી છુપી નહોતી.

પરવીન ડેની સાથે લિવઈન રિલેશનશીપમાં રહેતા હતા. થોડા સમય પહેલા ડેનીએ એક ઈન્ટરવ્યુમાં તેમના અને પરવીન સાથેનાં સંબંધો વિશે જણાવ્યું હતું. ડેનીએ જણાવ્યું કે તેમનો અને પરવીન સાથે કઈ રીતે સંબંધ સમાપ્ત થયો હતો. પરંતુ સંબંધ પુર્ણ થયા પછી અમે હંમેશા સારા મિત્રો રહ્યા હતા. ડેની એ જણાવ્યું કે ” હું પરવીન બોબીને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ તેમણે અચાનક મારી સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા.”

“ડૈનીએ પરવીન સાથેની ભુતકાળની યાદો વાગોળી હતી.” તેમની સાથે બ્રેકઅપ કર્યા પછી પરવીને કબીર બેદી સાથે ડેટિંગ શરૂ કર્યું હતું. કબીર બેદી પછી પરવીનનું અફેર મહેશ ભટ્ટ સાથે થયું હતું. પરવીન તે દિવસોમાં જુહુની જે કોલોનીમાં રહેતી હતી જ્યાં ડેની રહેતા હતા. ડેનીએ જણાવ્યું કે ”હું ક્યારેક પરવીનને ડિનર માટે ઈનવાઈટ કરતો હતો. પરંતુ ત્યારે મારી લાઈફમાં બીજી યુવતી કિમ આવી ચુકી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે હું કિમને શૂંટિગથી ઘરે લઈને પહોંચતો હતો, ત્યારે પરવીન મારા બેડરૂમમાં બેસીને ફિલ્મો જોતી હતી. હું પરવીનને પૂછતો આવું શું કામ કરી રહી છે ? તો તે જવાબ આપતી કે હવે આપણાં વચ્ચે કશું નથી આપણે ફ્કત દોસ્ત છીએ.

ત્યારે ડેનીએ મહેશ ભટ્ટને જણાવ્યું કે તેઓ પરવીનને સમજાવે કે મારી ગેરહાજરીમાં ઘર પર આવવું સારૂ નથી. મારી ગર્લફ્રેન્ડને આ બધું પસંદ નથી. ત્યારે ડેનીને લાગ્યું હતું કે પરવીન સાથે કંઈ બરાબર નથી. તે હંમેશા ડરેલી રહેતી હતી. એક વખત પરવાન બોબીએ અમિતાભ બચ્ચનનું ઈન્ટરવ્યું વાચ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે તેઓ અને ડેની સારા મિત્રો છે. ત્યાર પછી જ્યારે ડેની પરવીનને મળવા ગયા તો પરવીને ચાવીની કિચેન ફેંકીને મારી હતી. અને પરવીન કહેતી હતી કે તેઓ અમિતાભનાં એજન્ટ છે અને અમિતાભ તેમને જાનથી મારવા માંગે છે.

મહેશ ભટ્ટ સાથેના સંબંધો

મહેશ ભટ્ટ અને પરવીન બોબીના સંબંધોની વાત કરે તો બંન્ને લિવઈન રિલેશનશીપમાં રહેતા હતા. પરવીન માટે મહેશ ભટ્ટે પોતાની પત્ની અને બાળકોને પણ છોડી હતા. જોત જોતામાં તેમનાં સંબંધો ને બે વર્ષ પુર્ણ થયા હતા. વર્ષ 1979માં પરવીનની એક વાતની ખબર પડી તો તેના કારણે મહેશ ભટ્ટનાં હોશ ઉડી ગયા હતા. એક વાર મહેશ કામ પતાવીને ઘરે પહોંચ્યતો તેમણે જોયું પરવીન ફિલ્મનો કોસ્ચયુમ પહેરીને ઘરનાં એક ખુણા બેઠી હતી, અને તેમના હાથમાં ચપ્પુ હતું. મહેશને જોઈને તરત જ પરવીને તેમને ચુપ રહેવાનો ઈશારો કર્યો હતો. ત્યાર પછી પરવીને ક્હ્યું વાત ના કરો રૂમમાં કોઈ છે જે મને મારવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. પરવીને પહેલી વખત એવું કામ કર્યુ હતું કે મહેશ સંપુર્ણ રીતે હલી ગયા હતા. તેમણે પરવીનને આ રૂપને પહેલા ક્યારેય જોયું નથી. આ ઘટના પછી પરવીન હંમેશા આવું કાર્ય કરવા લાગી હતી. ડોક્ટરોને બતાવ્યા પછી ખબર પડી કે પરવીનને સિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીનો શિકાર થઈ હતી. તે સમયે પરવીન ઘણી બધી ફિલ્મો કરી રહી હતી. જ્યારે ડિરેકટરને ફ્લોપ થવાનો ડર હતો.

દરેક લોકો ઈચ્છતા હતા કે તેઓ જલ્દીથી સાજા થઈ જાય. મહેશ ભટ્ટ તેમની સારવાર સારામાં સારા ડોક્ટરો સાથે કરવા લાગ્યા હતા. ડોક્ટરોનું કહેવું હતેં કે તેમને સારા કરવામાટે ઈલેક્ટ્રીક શોક આપવા પડશે. પરંતુ મહેશ ભટ્ટ તેની વિરુદ્ધ હતા. તે કોઈપણ કિંમતે આવી સારવાર નહોત ઈચ્છતા. તે દરમ્યાન તેમનાં પુર્વ પ્રેમી કબીર બેદી અને ડેનીએ પણ મદદ કરી હતી. તમામ સારવાર પછી પણ પરવીનની આ બિમારી ઠીક નહોતી થઈ શકી. આ બિમારીના પગલે પરવીન અને મહેશનાં સંબંધો પુરા થઈ ગયા હતા.

READ ALSORelated posts

આ ફેસમ એક્ટરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, કોઈ લક્ષણ ન દેખાતા હોવા છતાં Coronaની ઝપેટમાં

Arohi

લોકડાઉન બાદ ભોજપૂરી ફિલ્મોનુ શૂટિંગ થશે શરૂ, સ્ક્રિપ્ટ છે તૈયાર

Ankita Trada

કોરોના સંકટમાં ગરીબો માટે આગળ આવી જૂહી ચાવલા, અનોખી રીતે કરી રહી છે મદદ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!