GSTV

રવિવારના દિવસે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધી આરટીઓ ઓફિસે જતા પહેલા વિચારજો, થઈ શકે છે ધરમનો ધક્કો

નવા ટ્રાફિક નિયમોનો અમલ થતાં રાજ્યભરમાં આરટીઓમાં લાંબી લાઈનો લાગી રહી છે. જેને લઈને આરસી ફળદુએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તમામ આરટીઓ ઓફિસ રવિવારે ચાલું રહેશે. જો કે સરકારની આદત પ્રમાણે ફરી તેમણે યૂ-ટર્ન લીધો છે. આરટીઓ કચેરી રવિવારે ચાલુ તો પરંતુ ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધી લર્નિંગ લાયસન્સ, રિન્યુઅલ, રિ ટેસ્ટ અને હયાત લાયસન્સ ઉમેરો કરવાની સેવાઓ આપવામાં આવશે નહીં. તેથી જો લોકો લાયસન્સ સંબધી કામે જશે તો તેમને ધરમનો ધક્કો થશે.

જો કે અગાઉ રવિવારે કચેરીઓ ચાલુ રહેશે એ જાહેરાત બાદ સેંકડો નાગરિકો પોતાના લાયસન્સ સહિતની પ્રક્રિયા માટે સમય બચશે એવી આશાએ રજાના દિવસે આયોજન કર્યું હતું. પરંતુ નિર્ણયમાં ફરી ફેરફાર કરવામાં આવતા લોકોમાં નિરાશા સાપડી છે. જોકે રવિવારના દિવસે આરટીઓ કર્મચારીઓ વહિવટી કામગીરી કરશે.

READ ALSO

Related posts

સ્કૂલ ફીનો મામલો ઉકેલાય તે પહેલા વાલી મંડળમાં આંતરિક વિખવાદ આવ્યો સામે, સરકાર સામે ઉઠાવ્યા આ સવાલો

Nilesh Jethva

હાથરસ ગેંગરેપઃ પીડિતાનું નહોંતું થયું યૌન શોષણ, ગળું દબાવવાથી તુટ્યૂ કરોડરજ્જૂનું હાડકું, મેડિકલ રિપોર્ટમાં થયા મોટા ખુલાસા

Mansi Patel

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાફેલ જેવી ડીલમાં હવે આ કારણે નહી લાગુ થાય ઓફસેટ પોલિસી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!