GSTV

નેશનલ એવોર્ડ સન્માનિત સ્મિતા પાટીલે કેમ બદલ્યો હતો સિનેમાનો ચહેરો

ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં આજે આપણે એક એવી એકટ્રેસની વાત કરવાના છીએ, જેણે ફિલ્મ ઇનડ્રસ્ટ્રીમાં ખુબ જ નામના મેળવી અને દુનિયાને અલવિદા કહી દીધુ.ત્યારે પ્રશંસકો રડી પડ્યાં હતા. સ્મિતા પાટીલે 13 ડિસેમ્બર 1986માં દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. આજે તેમની પુણ્યતિથિ છે. સ્મિતાએ પોતાની કરિયરની શરૂઆત ન્યુઝ એન્કર તરીકે કરી હતી. ત્યારબાદ તેણે એક્ટિંગ ક્ષેત્રે નામ કર્યુ.

એ સમયે સ્મિતાના સિતારાઓ બુલંદી પર હતા. સ્મિતા તેની એક્ટીંગની સાથે તેના પ્રેમ સંબંધને કારણે પણ ચર્ચામાં છવાયેલી રહેતી હતી. સ્મિતા પાટિલ સાથે લગ્ન કરવા રાજ બબ્બરે તેની પત્ની અને બે બાળકોને છોડી દીધા. સ્મિતા પાટિલની માતાએ હંમેશાથી સ્મિતાને પોતાના હક માટે લડતા શીખવ્યુ હતુ. આજ શીખનો પ્રભાવ કદાચ સ્મિતાની ફિલ્મોમાં પણ આવ્યો હતો. પુણેના શિવાજીરાવ પાટિલના ઘરમાં જન્મેલી સ્મિતા પાટિલ પહેલીવાર 1970 માં દુરદર્શનમાં સમાચાર વાંચતી નજરે પડી હતી.

આજ વચ્ચે નજર પડી એક નિર્દેશક શ્યામ બેનેગલની જેમણે તેને બ્રેક આપ્યો. સ્મિતા પાટિલે અર્થ, ભુમિકા અને મંડી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તે બાદ તેમણે કમર્શિઅલ સિનેમામાં ટ્રાય કર્યું હતુ. અમિતાભ બચ્ચન સાથે સ્મિતા પાટિલનો ડાન્સ ‘આજ ઝપટ જાયે’ લોકો હજુ નથી ભુલ્યા. સ્મિતાના જીવનમાં પછી આવ્યો બદલાવ જે બાદ સ્મિતા સાથે રાજ બબ્બરને પ્રેમ થઇ ગયો. જે બાદ બંને એકબીજાના પ્રેમમાં ગળાડુબ થઇ ગયા હતા.

રાજ બબ્બરના લગ્ન ફેન્સ અને મીડિયા માટે એક મોટો ઝટકો હતી. જેના કારણે આ બંને કલાકારોને દર્શકોની આલોચના સહન કરવી પડી. આ લગ્નથી સ્મિતા પાટિલે એક પુત્ર પ્રતીક બબ્બરને જન્મ આપ્યો હતો. જે બાદ 10 જ દિવસમાં સ્મૃતા પાટિલનું નિધન થઇ ગયુ. સ્મિતાના મૃત્યુ પછી રાજ બબ્બર નાદિરા પાસે પરત ફર્યો. આ નાના કરિયરમાં જ સ્મિતા પાટિલે 50 થી વધુ ફિલ્મો કરી નાંખી અને 2 વાર નેશનલ એવોર્ડ પણ જીત્યો.

Read Also

Related posts

ઓડિયો ક્લિપ વાયરલ/ પ્રચાર કરવા ગયેલી અમીષા પટેલનો આરોપ, મારો રેપ થઈ જશે તેવો મને ડર સતાવતો હતો !

Pravin Makwana

VIDEO/ બબીતાજીનું આવુ રૂપ જોઈને જેઠાલાલ કહેશે કે, બબીતાજી આપ તો પરી લગ રહી હો…પરી

Pravin Makwana

કરીનાની સાથે પ્રથમ વખત કામ કરી ખુશ છે કરિશ્મા કપૂર, બાલ્કનીમાં કરાવ્યું ફોટોશૂટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!