પુલવામા ઘટના બાદ આ એક્ટ્રેસ થઈ ગુસ્સે, કહ્યું સર્જીકલ સ્ટ્રાઈક-2 કરવામાં આવે

પુલવામા હુમલા બાદ દેશભરમાં ગુસ્સો આકાશને આંબી ગયો છે. સામાન્ય લોકો સહિત વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો પણ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.ફિલ્મ જગત,ઉદ્યોગ જગત સહિત રમત-ગમતનાં ખેલાડીઓ પણ લાલચોળ થઈ ગયા છે. ત્યારે સર્જીકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ “ઉરી”માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા વાળી અભિનેત્રી કિર્તી કુલ્હારીએ પુલવામાં હુમલા મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. પુલવામાં હુમલા માણલે વ્યથિત થઈને કહ્યું કે, પુલવામા હુમલાથી માત્ર હું જ નહિ પરંતુ આખા દેશનાં લોકો અંદરથી હચમચી ગયા છે. આ ખુબ જ ભયજનક ઘટના છે. કિર્તીએ કહ્યું છે કે આજના સમયમાં લડાઈ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે.

કિર્તીએ કહ્યું કે હવે લોકો છુપાઈને હુમલો કરે છે. જો કે પુલવામા ઘટનાએ તો તમામ હદો પાર કરી છે. ઇન્સાનિયતનાં નામ પર તમાચા સમાન છે. હુમલાને કારણે ગુસ્સે ભરાયેલી કિર્તીએ કહ્યું છે કે,હું આ હુમલાને અંગત હુમલો માનું છું. દરેક હિન્દુસ્તાનીએ પર્સનલ અટેક ગણવો જોઈએ. શહિદો વિશે વાત કરતા કહે છે કે, સીઆરપીએફનાં 40 જવાનો શહિદ થયા છે. શહિદોનાં પરિવારજનો કેવી સ્થિતી અને હાલત માંથી પસાર થઈ રહ્યા છે. તે વાત ખુબ દુર્ભાગ્યપુર્ણ છે.

કિર્તીએ પ્રાર્થના કરતા કહ્યું કે, આપણા જેટલા પણ જવાનો હોસ્પિટલમાં દાખલ છે. તેમના ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે ઇજાગ્રસ્ત જવાનો જલદી સ્વસ્થ થાય અને ક્ષેમકુશળ ઘરે પરત ફરે. આ સાથે જ તેમણે કહ્યું કે આપણે સૌ શહિદોનાં પરિવારજનો સાથે તેમનાં દુ:ખમાં સહભાગી છે, પરંતુ જ્યારે લાતોનાં દેવ વાતોથી નથી માનતા ત્યારે આપણે સર્જીકલ સ્ટ્રાઈક જેવા પગલા ભરવા પડે છે. આ પહેલા પણ આ પગલું ભરવામાં આવ્યું હતું.

સર્જીકલ સ્ટ્રાઈક વિશે વાત કરતા કિર્તીએ કહ્યું હતું કે,મને દેશનાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા દળો પર પૂર્ણ વિશ્વાસ છે. તેઓ ખુબ જલદી કોઈ મોટું પગલું ભરશે અને આપણા શહિદોની મોતનો બદલો લેશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter