GSTV
Home » News » પેટ્રોલ પંપ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો થઈ રહી છે ચોરી, બચવા કરો આ ઉપાય

પેટ્રોલ પંપ પર ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો થઈ રહી છે ચોરી, બચવા કરો આ ઉપાય

જો તમે પેટ્રોલ પંપ પર પોતાના એટીએમ (ડેબિટ કાર્ડ), ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો. ખરેખર, વાત એમ છે કે આજકાલ કાર્ડની ક્લોનિંગ કરીને લોકોના એકાઉન્ટ ખાલી કરાઈ રહ્યાં છે. આ ઠગબાજોએ અત્યાર સુધી કેટલાંક લોકોના ખાતામાંથી પૈસા નિકાળી લીધા છે. આ ગેંગના સભ્ય મેગ્નેટિક ચિપની મદદથી એટીએમની બ્લૂ પ્રિન્ટ લે છે. ત્યારબાદ કાર્ડને ક્લોન તૈયાર કરી રૂપિયા નિકાળી લે છે. આવો જાણીએ તેના વિશે.

કાર્ડ ક્લોને કેવુ હોય છે?

સરળ ભાષામાં કહીએ તો કાર્ડ ક્લોનિંગનો અર્થ છે ઠગબાજો અથવા હેકર્સ પોતાનું કાર્ડ (ડેબિટ/ક્રેડિટ)નું ડુપ્લિકેટ જેવુ બનાવી લે છે. આવા પ્રકારની ઘટનાઓ દેશમાં સતત વધી રહી છે. હવે તો એક દેશના યૂઝરના ડેબિટ કાર્ડને ક્લોન કરીને બીજા દેશમાં તેનો ઉપયોગ કરવાના મામલા પણ સામે આવ્યાં છે.

એટીએમની ક્લોનિંગ કેવીરીતે થાય છે?

એટીએમ મશીનના કાર્ડ સ્વેપિંગ સ્લૉટ પર એક વિશેષ મેગ્નેટિક ડિવાઈસ લગાવી દેવામાં આવે છે. ચિપના આકારની આ ડિવાઈસ એટીએમ કાર્ડના બારકોડ અને ચિપની સારી માહિતી કૉપી કરી નાખે છે. આ ડિવાઈસમાં કાર્ડની બ્લૂપ્રિન્ટ તૈયાર થાય છે. આ સાથે જ એટીએમના કી-પેડના સીપીયૂ અને કાર્ડ રીડર સાથે જોડી દેવામાં આવે છે અને જ્યારે તમે પોતાનો પિન એન્ટર કરો છો ત્યારે ત્યાં રેકોર્ડ થઈ જાય છે.

જો તમે આ પ્રકારની તૈયાર કરાયેલી કોઈ પણ મશીનમાં તમારું કાર્ડ સ્વાઈપ કરો છો તો તમારા કાર્ડની બધી માહિતી ઠગબાજો સુધી સરળતાથી પહોંચી જશે અને તમારું એકાઉન્ટ પણ ખાલી થઈ જશે.

  • દરેક ડેબિટ કાર્ડમાં એક મેગ્નેટિક સ્ટ્રિપ હોય છે, જેમાં એકાઉન્ટ સાથે જોડાયેલી બધી માહિતી સેવ રહે છે. ઠગબાજ સ્કીમરના નામની આ ડિવાઈસનો ઉપયોગ કાર્ડ ક્લોનિંગ માટે કરે છે. આ ડિવાઈસને એક કાર્ડ સ્વેપિંગ મશીનમાં ફિટ કરી દેવામાં આવે છે અને કાર્ડ સ્વાઈપ થતાની સાથે જ આ કાર્ડની ડિટેઈલ્સને કોપી કરી નાખે છે. જેમાં એકાઉન્ટ સાથે જોડાયેલી બધી જાણકારી સામેલ રહે છે. કૉપી કરાયેલો ડેટા એક ઈન્ટરનલ મેમરી યૂનિટમાં સ્ટોર થાય છે.
  • ત્યારબાદ આ ડેટાને એક બ્લેન્ક કાર્ડમાં કોપી કરી નાખવામાં આવે છે અને ફ્રૉડ વ્યવહારને આ નકલી કાર્ડ દ્વારા કરવામાં આવે છે.
  • એટીએમના કીપેડમાં જ્યારે કોઈ યૂઝર પોતાના કાર્ડનો પિન એન્ટર કરે છે તો ઓવરલે ડિવાઈસના માધ્યમથી કાર્ડના પિનને રિડ કરી લેવામાં આવે છે. ત્યારબાદ ઠગબાજ આ ડિટેઈલ્સ દ્વારા ઑનલાઇન ટ્રાન્જેક્શન કરી છેતરપિંડીને અંજામ આપે છે.
  • કેટલીક ડિવાઈસ એવી હોય છે તો પિન-હોલ કેમેરાની સાથે આવે છે અને આ એટીએમથી પિનને કોપી કરી નાખે છે. સમાચાર મુજબ, સ્કીમર 7 હજાર રૂપિયા સુધીમાં મળી જાય છે.  તેને કેટલાંક ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ ખરીદી શકાય છે. ક્લોનિંગ કરનારા ઠગબાજ બેંકના મોનોગ્રામ અને ઑરિજનલ કાર્ડ તૈયાર કરતા નથી. એવામાં આ લોકો સ્કીમરમાં કૉપી ડેટા એક પ્લેન કાર્ડની મેગ્નેટિક સ્ટ્રિપમાં કૉપી કાર્ડ મશીન દ્વારા એક સ્વાઈપમાં સેવ કરી લે છે.

બચવા શું કરશો?

  • એટીએમમાંથી રકમ નિકાળતા પહેલા તપાસ કરો કે કોઈ સ્કીમર તો નથી ને.
  • સ્વેપિંગ પૉઈન્ટની આજુબાજુમાં હાથ લગાવી જુઓ. કોઈ વસ્તુ દેખાય તો સાવધાન થઈ જજો. સ્કીમરની ડિઝાઈન એવી હોય છે કે તે મશીનનો પાર્ટ લાગે.
  • વર્તમાન સમયમાં જરૂરી છે કે ડેબિટ કાર્ડનું પિન બદલી નાખો. જેનાથી ઠગબાજોની જાળમાં ફસાતા બચી શકાય.

Related posts

શેરબજારમાં મોટો કડાકો, થોડાક જ કલાકોમાં રોકાણકારોનાં 3.17 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Mansi Patel

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada

સોનાએ આજે તોડ્યો પોતાનો રેકોર્ડ, ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો વાયદાનો ભાવ, વૈશ્વિક કિંમત પણ આસમાને

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!