GSTV

ચિદંબરમના બર્થ ડે પર પુત્ર કાર્તિકે લખ્યું, ‘કોઈ 56 ઈંચની છાતીવાળો તમને રોકી નહીં શકે’

Last Updated on September 16, 2019 by Mayur

ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમનો આજે 74મો બર્થ ડે છે. આ પ્રસંગે તેમના પુત્ર કાર્તિએ તિહાર જેલમાં કારાવાસ ભોગવી રહેલા પિતાને સંબોધીને લખેલા એક પત્રમાં એવો દાવો કર્યો હતો કે 56 ઇંચની છાતી ધરાવતો કોઇ તમને રોકી નહીં શકે.

આ પત્ર ચિદંબરમના પુત્ર અને શિવગંગા બેઠકના કોંગ્રેસી સાંસદ કાર્તિએ સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો. અંગ્રેજીમાં લખેલા આ પત્રમાં કાર્તિએ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલા કર્યા હતા. એણે લખ્યું હતું કે ચંદ્રયાનમાં કેટલોક અવરોધ આવતાં ઇસરોના વડા સિવનને વડા પ્રધાને બાથ ભીડી લીધી એ નર્યું નાટક હતું. એ દેખાડો હતો.  કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલના આઇનસ્ટાઇનવાળા નિવેદનની પણ કાર્તિએ ટીકા કરી હતી. તેણે લખ્યું હતું કે આઇનસ્ટાઇનને ગણિત અને આંકડાની ચિંતા હોત તો એ કદી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી શકત નહીં.

કાર્તિએ લખ્યું છે કે  આજે તમે 74 વર્ષના થયા. તમે ઘેર હાજર હો અને કેક કાપો એવી અમારા સૌની ઉત્કટ ઇચ્છા છે પરંતુ તમે અહીં જાર નથી. જો કે તમારો આ બર્થ ડે અમારા માટે ઉત્સવ જેવો છે. 56 ઇંચવાળો કોઇ તમને રોકી શકે એમ નથી.

કાર્તિએ નબળા અર્થતંત્રની અને ઘટેલા જીડીપીની નોંધ લેતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની ટીકા કરી હતી અને આસામ તથા અન્ય રાજ્યોમાં એનઆરસીના મુદ્દે ચાલી રહેલા વિરોધ વંટોળની પણ નોંધ લીધી હતી. એણે વધુમાં લખ્યું હતું કે છેલ્લા 40 દિવસથી જમ્મુ કશ્મીરમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. જનજીવન સંપૂર્ણપણે બંધ છે ત્યારે સરકારે સફરજન દ્વારા એમને સ્વતંત્રતા આપવાના ગુબ્બારા છોડ્યા છે.

READ ALSO

Related posts

ચમત્કાર / IVF ટેક્નોલોજીએ સર્જ્યો એક નવો રેકોર્ડ, દેશમા પહેલીવાર આ તકનીકનો ઉપયોગ કરીને ભેંસે આપ્યો બચ્ચાને જન્મ

Zainul Ansari

અતિ અગત્યનું/ આધારના નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે માત્ર 3 રૂપિયામાં થઇ જશે તમારુ આ કામ

Vishvesh Dave

કામની વાત/ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વિના પણ હવે ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ, આટલી સરળ છે પ્રોસેસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!