દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડુતોએ લોહડીનાં તહેવારનાં પ્રસંગે ત્રણ કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો, સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા કેન્દ્ર સરકારની સાથે પ્રસ્તાવિત બેઠક દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચાનાં પુર્વ ઘોષિત આંદોલનની રૂપરેખામાં કોઇ બદલાવ આવ્યો નથી, તે ઉપરાંત ખેડુત સંગઠનો આગામી 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી માટે જનસમર્થન મેળવવાનાં પ્રયાસોમાં લાગી ગયા છે.
#WATCH | Farmers protesting at Singhu Border burn copies of the #FarmLaws#Lohri pic.twitter.com/t6eY6aNLOo
— ANI (@ANI) January 13, 2021
ઉત્તર ભારતમાં લોહડીનો તહેવાર ખુબ લોકપ્રિય છે, આ દિવસોમાં લાંકડા એકત્રિત કરીને સળગાવવામાં આવે છે, અને સુખ તથા સમૃદ્ધીની કામના કરવામાં આવે છે, તહેવારના આ પ્રસંગે દિલ્હીની સિધું બોર્ડરથી માંડીને પંજાબનાં અમૃતસર, હોંશિયારપુર, સંગરૂર, કપુરથલા વગેરે શહેરોમાં ખેડુત સંગઠનોએ કેન્દ્ર સરકારનાં નવા કૃષિ કાયદાની કોપી સળગાવીને વિરોધ પ્રદર્શિત કર્યો.

સંયુક્ત કિસાન મોરચાનાં નેતા બલબીર સિંહ રાજેવાલ, વગેરે નેતાઓએ સાંજે પાંચ વાગ્યે કૃષિ કાયદાઓની કોપીઓ સળગાવીને લોહડી મનાવવામાં આવી, ખેડુતોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યો, દેશભક્તિનાં ગીતો ગાઇને લોહડીનો તહેવાર મનાવવામાં આવ્યો, તેમણે જણાવ્યું કે તમામ પ્રદર્શન સ્થળો પર કૃષિ કાયદાની કોપીઓ સળગાવવામાં આવી, મોરચો આંદોલનને વધુ વ્યાપક બનાવવાની રણનિતી માટે બેઠક યોજશે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…