GSTV
Home » News » Viral : રાહુલ-મોદીનો આ Video ચહેરા પર સ્મિત લાવી દેશે,કોંગ્રેસે ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો Hug Day

Viral : રાહુલ-મોદીનો આ Video ચહેરા પર સ્મિત લાવી દેશે,કોંગ્રેસે ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો Hug Day

આજકાલ વેલેન્ટાઇન ડેનો ફિવર દુનિયાભરમાં છવાયેલો છે. મંગળવારે દુનિયાભરમાં હગ ડેનું સેલિબ્રેશન થયું. આ અવસરે કોંગ્રેસે પણ અલગ અંદાજમાં હગ ડેનું સેલિબ્રેશન કરતાં પીએમ મોદી અને રાહુલ ગાંધીનો એક ખાસ વીડિયો શેર કર્યો છે. જેને જોઇને તમારા ચહેરા પર ચોક્કસપણે સ્મિત આવી જ જશે.

કોંગ્રેસે રાહુલ ગાંધીનો પીએમ મોદીને હગ કરતો વીડિયો શેર કરતાં ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો છે.

જણાવી દઇએ કે ગત વર્ષે જ્યારે સંસદમાં મોદી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે સંસદમાં પીએમ મોદીને રાહુલ ગાંધીએ હગ કર્યુ હતું.  રાહુલ ગાંધીનો તે જ વીડિયો કોંગ્રેસે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયો સાથે કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે, આજે ભાજપને અમારો સીધો સંદેશ, ભેટો, નફરત ન કરો. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચુક્યાં છે.

Read Also

Related posts

એક્ઝિટ પોલનાં પરિણામોમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર, પરંતુ એક સારા સમાચાર આવ્યા સામે

Mansi Patel

પાટણના આ ગામમાં બાળકીઓ જીવના જોખમે મેળવે છે પીવાનું પાણી

Nilesh Jethva

અમદાવાદના યુવકને વીજ ચોરી કરવી પડી મોંઘી, કોર્ટે આપી આટલા વર્ષની જેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!