ગુજરાતમાં જ્યાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિક ગતીવિધીઓ તેજ છે ત્યારે શનિવારે પોરબંદરથી એક મોટી ઘટના સામે આવી છે. પોરબંદરમાં ચૂંટણી કાર્યમાં લગાવવામાં આવેલા ભારતીય રિઝર્વ બટાલિયનના જવાનોની અંદરોઅંદર ઝપાઝપી થઈ ગઈ જેમાં એક જવાને એકે-56થી ફાયરિંગ કરી દીધું જેમાં બે જવાનોના મોત થઈ ગયા છે અને બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાનું કહેવાય છે. ઘટના શનિવાર સાંજની છે.
Gujarat | Two paramilitary personnel who were deputed in Porbandar for Assembly election duty died in a clash among themselves. Two more jawans were injured in the incident, says Porbandar DM.
— ANI (@ANI) November 26, 2022
અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે એ ખુલાસો નથી થઈ શક્યો કે આ ઝપાઝપી ક્યા કારણે થઈ છે. પોલીસે ઘટનાની સૂચના મળ્યા બાદ મૃતક જવાનોના મૃતદેહને પોતાના કબ્જામાં લઈ લીધા છે. જ્યારે, ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. તેમાંથી એકના પેટમાં અને બીજાના પગમાં ગોળી વાગી છે.
ગુજરાતમાં ચૂંટણી ડ્યૂટીમાં લગાવવામાં આવ્યા હતા જવાન
પોરબંદર કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એએમ શર્માએ ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, સાંજે જ્યારે તેમનો ઝઘડો થયો તો તેઓ ડ્યૂટી પર નહોતા, ઝઘડો બાદમાં થયો અને એકે-56 રાયફલથી ફાયરિંગ કરવામાં આવ્યું. ચૂંટણી ડ્યૂટી માટે તૈનાત કરવામાં આવેલા જવાન મણિપુરથી ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (આઈઆરબી)નો ભાગ હતા અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) ઉપરાંત ગુજરાતમાં પ્રતિનિયુક્ત હતા.
પોલીસની શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે ઝઘડા બાદ એક જવાને પોતાના સાથીઓ પર જ એકે-56થી ફાયરિંગ કરી દીધું. જે સમયે આ ઘટના બની તે દરમિયાન કોઈ પણ જવાન ડ્યૂટી પર નહોતો. સમાચાર એજન્સીએ જણાવ્યું કે તેઓ પોરબંદરથી લગભગ 25 કિલોમીટર દૂર ટુકડા ગોસા ગામમાં એત ચક્રવાત કેન્દ્રની અંદર રહેતા હતા.
પોલીસ હાલ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે. પોલીસના વરિષ્ઠ અધિકારી ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. અધિકારી મૃતક જવાનોના સાથીઓ અને બીજા જૂથના જવાનોની પણ પૂછપરછ કરી રહ્યા છે કે ક્યા કારણે ઝઘડો થયો. જણાવી દઈએ કે પોરબંદર જિલ્લામાં પહેલા તબક્કામાં એક ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે અને પરિણામ આઠ ડિસેમ્બરે આવશે.
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા