GSTV
Home » News » લગ્ન કરતાની સાથે જ દીપિકા અને રણવીર બની ગયા સોનમના સંબંધી, જાણો કઇ રીતે

લગ્ન કરતાની સાથે જ દીપિકા અને રણવીર બની ગયા સોનમના સંબંધી, જાણો કઇ રીતે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે લેક કોમોમાં જન્મજન્મના બંધને બંધાઇ ગયા છે. રણવીર સાથે લગ્ન કર્યા બાદ હવે દીપિકાનો સંબંધ સોનમ અને અર્જુન કપુર સાથે પણ બંધાઈ ગયો છે. કારણ કે દીપિકા અને સોનમ હવે નણંદ-ભાભી બની ગયા છે. 

હકીકતમાં, રણવીર સિંહ સિંધી પરિવાર સાથે કનેક્શન ધરાવે છે. તેના દાદા અને સોનમ કપૂરની નાની ભાઈ-બહેન હતા. તો આમ રણવીર સિંહ અને સોનમ કપૂર વચ્ચે ભાઈ-બહેનનો સબંધ છે અને આ કારણથી સોનમ-દીપિકાનો પણ સબંધ બંધાઈ ગયો છે.

તો અનીલ કપૂરના મોટા ભાઈ બોની કપૂરનો પુત્ર અર્જુન કપુર-સોનમનો ભાઈ થાય છે. આ સબંધથી તેઓ રણવીરના સબંધી થઇ ગયા છે. સોનમ અને અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર દીપવીરના લગ્નની શુભેછાઓ પાઠવી છે.

વિચારવાની વાત એ છે કે રણવીર સિંહ અને અનીલ કપૂરના પરિવાર વચ્ચે સારૂ બોન્ડીંગ છે. સોનમ કપૂરના લગ્નમાં રણવીરે ખુબ જ ઇન્જોય કર્યું હતું. જેમાં તે મનમૂકીને નાચ્યા હતા.

તમને જણાવી દઈએ તો, ઇટલીના લેક કોમોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ૧૪-૧૫ નવેમ્બરે લગ્ન કર્યા. જ્યાં તેઓ બે રીતીરિવાજ મુજબ સિંધી અને કોંકણીમાં લગ્ન કર્યા હતા. 

૨ દિવસના પ્રાઇવેટ વેડિંગમાં ૩૦થી ૪૦ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈટલીમાં શાનદાર વેડિંગ પછી દીપવીર રીસેપ્શન પાર્ટી આપવાના છે.

મુંબઈમાં રીસેપ્શન ૨૮ નવેમ્બરે (બુધવાર) હોટલ ગ્રેંડ હયાતમાં રાખેલ છે. જે રાત્રે ૮ વાગ્યે શરુ થશે. આ રીસેપ્શન પાર્ટી રણવીર સિંહના માતા-પિતા તરફથી રાખવામાં આવેલ છે. ત્યાં જ ૨૧ નવેમ્બરે દીપિકાના હોમટાઉન બેંગ્લોર રીસેપ્શન પાર્ટી હશે. આ પાર્ટીને દીપિકાના માતા-પિતા હોસ્ટ કરશે.

Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!