નાની દિવાળીના દિવસે યૂપીના અયોધ્યાના લોકોએ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો, કુલ 3 લાખ…

નાની દિવાળીના દિવસે યૂપીના અયોધ્યામાં લોકોએ એક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો. દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જુંગ સુક અને સીએમ યોગીની ઉપસ્થિતિમાં સરયૂ નદીના કિનારે એક સાથે ત્રણ લાખ દીવડાઓને પ્રજ્જવલિત કર્યા છે. જે પોતાનામાં એક નવો વિશ્વ રેકોર્ડ બની ગયો છે. અયોધ્યાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઇ ગયું છે. આ પ્રસંગે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગી સરકારે તંત્રને કામે લગાવ્યું હતું. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયા બાદ સંસ્થાના અધિકારીઓએ સીએમ યોગીને પ્રમાણપત્ર સોંપ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter