ટ્રેનો આ તારીખે ૨૦ મિનિટથી લઇને દોઢેક કલાક સુધી મોડી પડશે, આ છે મોટુ કારણ

પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગમાં ૨૩ ડિસેમ્બરે બિલેશ્વર-રાજકોટ વચ્ચે લિમિટેડ હાઇટ સબવેના નિર્માણ કામને લઇને આ દિવસે ૬ ટ્રેનોના સંચાલન પર અસર થશે. જેમાં અમદાવાદથી પસાર થતી ચાર ટ્રેનોને પણ અસર થનાર છે. ટ્રેનો ૨૦ મિનિટથી લઇને દોઢેક કલાક સુધી મોડી પડશે.

૨૨ ડિસેમ્બરે ૧૯૨૧૭ બાન્દ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતાને ૩૫ મિનિટ થોભાવાશે. ૨૩ ડિસેમ્બરની ૧૬૬૧૩ રાજકોટ-કાઇમ્બતૂર એક્સપ્રેસ રાજકોટથી એક કલાક મોડી ઉપડશે તેમજ ૫૯૫૪૮ રાજકોટ-અમદાવાદ પેસેન્જર રાજકોટથી દોઢ કલાક મોડી ઉપડનાર છે.

૭૯૪૫૪ રાજકોટ-મોરબી-વાંકાનેર ડેમૂ રાજકોટથી ૨૦ મિનિટ મોડી ઉપડશે. ૨૨૯૬૦ જામનગર-સુરત ઇન્ટરસિટી માર્ગમાં ૨૫ મિનિટ રોકાશે. તેમજ ૨૨ ડિસેમ્બરની ભાવનગરથી ઉપડનારી ૫૯૨૦૭ ભાવનગર-ઓખા પેસેન્જરને વાંકાનેરમાં શોર્ટ ટર્મિનેટ કરાશે. આ ટ્રેન વાંકાનેર-ઓખા વચ્ચે રદ રહેશે.

૨૩ ડિસેમ્બરની ૫૯૨૦૮ ઓખા-ભાવનગર પેસેન્જર રાજકોટથી દોડશે તથા ઓખા-રાજકોટ વચ્ચે રદ રહેશે. મુસાફરોએ રેલવેની વેબસાઇટ અથવા તો ઇન્કવાયરી નંબર પર કોલ કરીને લેટેસ્ટ માહિતી મેળવીને જ મુસાફરી અંગેનો નિર્ણય લેવાની સુચના પશ્ચિમ રેલવે દ્વારા અપાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter