GSTV
Home » News » કોંગ્રેસ જિ. તા.પંચાયતમાં નિમણૂંકો એક પડકાર બની રહેશે કેમ કે, ભાજપ તકની રાહમાં

કોંગ્રેસ જિ. તા.પંચાયતમાં નિમણૂંકો એક પડકાર બની રહેશે કેમ કે, ભાજપ તકની રાહમાં

૨૧મી જૂને અઢી વર્ષ પૂર્ણ થતા રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીના ચેરમેન સહિતના હોદ્દેદારો નિમવા જાહેરનામુ બહાર પડશે. આ હોદ્દા મેળવવા અત્યારથી કોંગ્રેસ શાસિત ૨૩ જિલ્લા પંચાયત અને ૧૪૬ તાલુકા પંચાયતમાં હોદ્દા મેળવવા દાવેદારોએ લોબિંગ શરૂ કરી દીધુ છે. જેના પગલે રાજકીય ખેંચતાણ જામી છે. ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જેના પગલે જિલ્લા-તાલુકા પંચાયતો પર પણ પંજાનું શાસન છવાયેલું રહ્યુ છે.

અઢી વર્ષ પૂર્ણ થતાં હવે જીલ્લા-તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની નિયુક્તિ કરાશે. જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ મેળવી કાર સહિતની સુવિધા મેળવવામાં દાવેદારોને વધુ રસ પડયો છે.ઘણાં ધારાસભ્યો તો આ હોદ્દા પર પોતાના માનિતાને બેસાડવા સક્રિય થયા છે જેથી રાજકીય ભલામણો કરવા માંડી છે. કોંગ્રેસ માટે પણ આ નિમણૂંકો એક પડકાર બની રહેશે કેમ કે, ભાજપ તકની રાહમાં છે.

શામ,દામ,દંડભેદની નીતિ અપવાની ભાજપ કોંગ્રેસમાં ફાટફુટ પડાવી શકે છે માટે દાવેદારોને એક રાખીને નિયુક્તિ કરવી ઘણી મુશ્કેલ બની રહી છે. જોકે,કોંગ્રેસે સ્થાનિક,રાજકીય સમીકરણો ઉપરાંત લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ હોદ્દાઓ પર નિમણૂંકો કરવાનુ મન બનાવ્યુ છે. અત્યારે હોદ્દા મેળવવા દાવેદારોએ લોબિંગ શરુ કરી દીધુ છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાએ જામીન માટે કરી અરજી, કોર્ટ લીધો આ નિર્ણય

Nilesh Jethva

વીમાના વળતરના નામે મજાક : ખેડૂતને 25 હજારના નુકસાન સામે 100 રૂપિયાનો ચેક મળ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!