GSTV

ગોવા સીએમનું શરમજનક નિવેદન: બીચ પર બાળકીઓના થયેલા બળાત્કારમાં જવાબદારી સ્વિકારવાને બદલે મા-બાપને દોષિત ઠેરવ્યા

Last Updated on July 29, 2021 by Pravin Makwana

ગોવામાં તાજેતરમાં દરિયા કિનારે બીચ પર થયેલા બે સગીર બાળાઓ સાથેના રેપકેસમાં દુષ્કર્મ મામલે વિધાનસભામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શરમજનક નિવેદન આપ્યુ છે. આ પ્રકારની ટીપ્પણી બાદ હોબાળો મચી ગયો છે. પ્રમોદ સાવંતે વિધાનસભામાં કહ્યુ હતું કે, માતા-પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે, તેમના બાળકો બીચ પર આખી રાત શું કરી રહ્યા હતા. આ નિવેદનને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યો હતો અને શરમજનક ગણાવ્યુ હતું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે વિધાનસભામાં ધ્યાનકર્ષણ નોટિસ પર ચર્ચા દરમિયાન બુધવારે કહ્યુ હતું કે, 14 વર્ષિય બાળકો આખી રાત દરિયાકિનારે ફરતા હોય છે, તો માતા-પિતાએ આત્મમંથન કરવાની જરૂર છે. આપણે ફક્ત એવુ કહીને સરકાર અને પોલીસ પર જવાબદારી ન નાખી શકીએ કે, બાળકો સાંભળતા નથી.

માબાપની પણ જવાબદારી હોય છે

ગોવામાં ગૃહવિભાગની પણ જવાબદારી સંભાળી રહેલા પ્રમોદ સાવંતે કહ્યુ હતું ક, પોતાના બાળકોની સુરક્ષા રાખવાનું કામ માતા-પિતાની જવાબદારીમાં આવે છે. તેથી બાળકોને ખાસ કરીને સગીરવયના બાળકોને આખી રાત બહાર ફરવા દેવા જોઈએ નહીં. સાવંતના આ પ્રકારના બચાવ કરતા નિવેદનથી હોબાળો મચી ગયો છે.

ગોવા કોંગ્રેસના પ્રવક્તા અલ્ટોન ડી કોસ્ટાએ ગુરૂવારે કહ્યુ હતું કે, તટીય રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ છે. રાતમાં બહાર ફરતા આપણે શા માટે ડરવુ જોઈએ ? ગુનેગારોને જેલમાં હોવું જોઈએ અને કાયદાનું પાલન કરનારા નાગરિકો આઝાદી સાથે ફરી શકવા જોઈએ. તો વળી ગોવા ફોરવર્ડ પાર્ટીના ધારાસભ્ય વિજય સરદેસાઈએ કહ્યુ હતું કે, આ શરમજનક બાબત છે કે, મુખ્યમંત્રી આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તે મુખ્યમંત્રી હોવા છતાં પણ સુરક્ષા આપી શકતા ન હોય તો પદ પર રહેવાનો તેમને કોઈ અધિકાર નથી.

READ ALSO

Related posts

અગત્યનું/ પોલીસ ભરતી અને પોલીસના ગ્રેડ-પે અંગે મોટા સમાચાર, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન

Bansari

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!