GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

31મીઅે મોદી પર ચાર બાજુથી થશે ‘હુમલો’ , પોલીસ અને ભાજપ રહે અેલર્ટ

ગુજરાતમાં 31મી અોક્ટોબરે સ્ટેચ્યુ અોફ યુનિટીના કાર્યક્રમને પગલે ગુજરાત સરકાર દોડાદોડી કરી રહી છે. લોકસભાની ચૂંટણીને પગલે મેગા શો કરવાના મોદી સરકારનું આયોજન પ્રાંતવાદની બલિ ચડી ગયું છે. ગુજરાતમાં ભાજપની લથડતી સ્થિતિને ધ્યાને લઇ મોદી અેક દિવસ વહેલા અેટલે 30મીઅે ગુજરાત અાવી જવાના હોવાથી બ્યૂરોક્રસી અને સરકારના મંત્રીઅો રિપોર્ટ તૈયાર કરવામાં વ્યસ્ત બની ગયા છે. મોદીના અા કાર્યક્રમને પગલે રૂપાણી સરકાર અને સંગઠન બંને ટેન્શનમાં છે. ગુજરાતમાં ભાજપ સરકારની પડતી શરૂ થઈ છે. ભાજપની અેકતાયાત્રા ફેલ ગઈ છે. અાદિવાસીઅો, પાટીદારો અને  ખેડૂતો મોટાપાયે સરકારની કામગીરીથી નારાજ છે. રૂપાણી ગુજરાત સંભાળવામાં નિષ્ફળ ગયા હોવાનું જગજાહેર છે પણ ભાજપ પાસે લોકસભાની ચૂંટણી સમયે કોઈ વિકલ્પ નથી. 

આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાનનરેન્દ્ર મોદી નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના છે ત્યારે સરકારના નેતાઓ અને અધિકારીઓ નર્મદામાં ધામા નાખ્યા છે. આજે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ડેમ સાઈટ તેમજ ફ્લાઈર ઓફ વેલીની મુલાકાત લીધી હતી તો અધિકારીઓ પાસેથીમાહિતી પણ મેળવી હતી. ગુજરાત ભાજપ માટે સૌથી મોટું ટેન્શન અે ભીડ અને અાદિવાસીઅોનો વિરોધ છે. ગરૂડેશ્વર વિયર બાબતે અાદિવાસીઅો પહેલાંથી વિરોધ કરી રહ્યાં છે. 31મીના કાર્યક્રમ માટે રૂપાણી સરકાર કંઇ પણ પાછીપાની કરવા માગતી નથી અેટલી માટે સરકારમાંથી પણ જબરજસ્ત તૈયારીઅો થઈ રહી છે. સંગઠનમાંથી પણ રીતસરના ટાર્ગેટ અપાયા છે. અામ છતાં 31મીઅે ભાજપ સામે 4 બાજુથી હુમલો કરવાની તૈયારીઅો પણ થઈ છે. જો અા હુમલાઅો સામે ભાજપ પાછું પડ્યું તો મોદી સાહેબના કાર્યક્રમને મોટી અસર થવાની સંભાવના છે. 

1  અાદિવાસી સમાજનો મોટાપાયે વિરોધ

કેન્દ્ર અને ગુજરાત સરકાર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ના અનાવરણની તૈયારી કરી રહ્યાં છે, પરંતુ પ્રતિમા નજીક સ્થિત ગામના હજારો ગ્રામજનો આ પરિયોજનાનો વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કરનાર છે ત્યારે નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાનિક આદિવાસી સંગઠનોએ કહ્યું  છે કે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ પરિયોજનાથી પ્રભાવિત લગભગ 75,000 આદિવાસી પ્રતિમાના અનાવરણ અને વડાપ્રધાનનો વિરોધ કરશે. આદિવાસીઅો ” આ દિવસે અમે શોક મનાવીશું અને 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.” અાદીવાસીઅો અેકતાયાત્રાનો ભારે વિરોધ કરી રહ્યાં છે. અા દિવસે કોઈ હોબાળો ન થાય તે માટે પોલીસે અેલર્ટ રહેવું પડશે. અા કાર્યક્રમ સામે અાદિવાસીઅોનો વિરોધ હોવાથી મોટાપાયે અા કાર્યક્રમમાં અાદિવાસી સમાજ ન જોડાય તેવી સંભાવના છે.

2 રૂપાણીના ગઢમાં અેસપીજી અેક લાખ પાટીદારોને કરશે અેકઠા

પાટીદાર સંગઠન એસપીજીના પ્રમુખ લાલજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, એસપીજી દ્વારા દર વર્ષે સરદાર જયંતિની ઉજવણી થાય છે ત્યારે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૩૧ ઓકટોબરે એક લાખથી વધુ પાટીદારોને એકઠા કરીને સંગઠનની તાકાત બતાવાશે. જેમાં ખેડૂતો સહિત સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા માટે માગણી કરાશે. જો તંત્ર મંજૂરી નહીં આપે તો પણ રેલી યોજાશે. આ માટે ઠેર ઠેર મિટિંગનો દોર શરૂ કરી દેવાયો છે. જેને પગલે મીટિંગોનો દોર ચાલું છે. જો પાટીદારો અા કાર્યક્રમમાં પહોંચ્યા તો મોદી સાહેબના કાર્યક્રમમાં ભીડ અેકઠી કરવામાં ભાજપને અાંખે પાણી અાવશે તે નક્કી છે. પાટીદારના નેતાઅો પણ કયા કાર્યક્રમમાં જાય છે અે જોવાનું રહેશે. મોદીના કાર્યક્રમને પાટીદાર નેતાઅો અવગણ્યો તે લોકસભાની ચૂંટણી ભાજપ માટે માથાનો દુખાવો બનશે અે નક્કી છે. 

3  વંથલીમાં હાર્દિક પટેલ કરશે ખેડૂત સત્યાગ્રહ

પાસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે, ૩૧મીએ સાંજે ચાર વાગે વંથલી ખાતે ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમ યોજાશે. જેમાં ખેડૂતો માટે સત્યાગ્રહ કરીને અંગ્રેજોને ઝુકાવનારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાજય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. અંગ્રેજ જેવું વર્તન કરતી સરકાર સામે ખેડૂતો અને યુવાનોને તેમનો હક અપાવવાનું પ્રણ લેવામાં આવશે. કાર્યક્રમમાં પાસના કાર્યકરો, ખેડૂતો-યુવાનોને ઉપસ્થિત રહેવા અપીલ કરાઈ છે. અા બેઠકમાં યશવંતસિંહા અને શત્રુધ્નસિંહા પણ ભાજપ રહે તેવી હવા ચાલી રહી છે. જેઅો હાજર રહેશે તો અા કાર્યક્રમ મોટાપાયે થશે અે નક્કી છે. હાર્દિક પટેલનું યુવા પાટીદારોમાં વર્ચસ્વ છે. જેનેપગલે મોટાપાયે લોકો અા કાર્યક્રમમાં હાજર રહે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં હાલમાં ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારોભાર રોષ છે. જેને પગલે મોટી સંખ્યામાં પાટીદારો સાથે ખેડૂતો પણ હાજર રહે તેવી સંભાવના છે. 

4 ‘કિસ મેં કિતના હૈ દમ, ત્રિવિધ ભવન

પાસના એક જૂથના નેતા દિલીપ સાબવાએ નર્મદા જિલ્લામાં જ ત્રિવિધ બનાવવા જમીન તથા પાટીદારો આંદોલનકારીઓને લગતા કાર્યક્રમોનું એલાન કર્યું છે. આ માટે એસટી બસની પણ માગણી કરી છે. હાર્દિક પટેલના ઉપવાસના પારણા થયા બાદ પાસ ના અન્ય એક આંદોલનકારીએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ‘પાસ’ના સંગઠન પ્રભારી એવા દિલીપ સાબવાએ તા. 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક શહિદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવિધ ભવન બનાવવાની જાહેરાત કરી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેદ્ર મોદીને ટાર્ગેટ બનાવતા દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી ચાલતા આંદોલનમાં 14 પાટીદાર યુવાનો શહિદ થયા હોવા છતાં તેમણે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. ત્યારે જેમની કર્મભૂમિ, જન્મભૂમિ અને માતૃભૂમિ ગુજરાત હોઈ તેવા પ્રધાનમંત્રીને ગુજરાતના પાટીદારો અને ખેડૂતોની વેદનાનો સંદેશો આપવા માટે ‘કિસ મેં કિતના હૈ દમ, જેવો આ કાર્યક્રમ આપવામાં આવશે, આ કાર્યક્રમ અંતર્ગત તારીખ.30. 10. 2018 ના રોજ શહિદ પાટીદારોની પ્રતિમાની યાત્રા બોટાદથી 101 ગાડીના કાફલા સાથે નિકળી નર્મદા પહોચશે. જ્યાં તારીખ 30. 10. 2018ના રોજ ત્રિવિધ ભવનના સ્થળ ઉપર 101 પાટીદાર યુવાનો અને ખેડૂતો મુંડન કરાવશે. આ પછી અહિયાં આહુતિ યજ્ઞ યોજવામાં આવશે. અહી ત્રિવિધ ભવનના લોકાર્પણમાં રાષ્ટ્રીય સ્તરના રાજકીય અને સામાજિક આગેવાનો પધારશે

ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસી જિલ્લાઓમાં કેટલાક સંગઠનો દ્વારા હાલ ૩૧મીએ બંધ પાળવા માટે પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. નર્મદા જિલ્લામાં પણ આદિવાસી સંગઠનો દેખાવ કરીને વિરોધ કરે તેવી શકયતા છે. જેના કારણે સરકાર માટે ૩૧મીનો કાર્યક્રમ સાંગોપાંગ પાર પાડવા ભારે જહેમત થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. અામ 31મીઅે ભાજપ પર ચારેબાજુથી હુમલો કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હવે 31મીઅે જ ખબર પડશે કે કોણ કેટલું સફળ રહ્યું છે. 

Related posts

ડીસા ખરીદ વેચાણ સંઘનો વધુ એક વિવાદ આવ્યો સામે, મગફળીનું બારોબાર વેચાણ થયું હોવાનો ખેડૂતોના આક્ષેપ

pratik shah

IL&FSની ગિફ્ટ-સિટીમાં રહેલો 50% હિસ્સો ખરીદવા માટે ગુજરાત સરકાર સક્રિય, કરશે મહત્વનો નિર્ણય

pratik shah

કોરોના ટેસ્ટના નામે તંત્રનો થયો છે ટેસ્ટ, ગુજરાતની વસ્તીની તુલનામાં ખૂબ જ ઓછા પરિક્ષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!