GSTV

ઓમિક્રોનથી ચિંતાની લહેર / નવા વેરિયન્ટથી વિશ્વમાં હાહાકાર, અનેક દેશો લગાવી રહ્યા છે નવા પ્રતિબંધો

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોને ચિંતાની લહેર પેદા કરી છે. આના લીધે અનેક દેશોએ પ્રવાસ પ્રતિબંધ લગાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 26 નવેમ્બરે વાયરસના આ નવા વેરિયન્ટને ઓમિક્રોન નામ આપી વેરિયન્ટ ઑફ કર્સન જાહેર કર્યું છે. ઓમિક્રોન વાયરસ ડેલ્ટા જેટલો જ ચેપી છે. તેમજ અન્ય લોકોની વચ્ચે ઝડપથી ફેલાય છે. વાયરસની ગંભીરતાને જોતા ડબલ્યૂએચઓએ તહેવારો અને સમારોહમાં ખાસ સાવધાની વર્તવા ચેતવણી આપી છે. તો અનેક દેશોએ પ્રવાસ પ્રતિબંધ લગાવ્યો છે. જોઈએ આ અહેવાલ.

ઓમિક્રોન

સમગ્ર દુનિયામાં ઈચ્છે છે કે ભગવાન ન કરે કે કોરોના પાછો ન આવે. પરંતુ કોરોના વાયરસ પોતાનો પ્રકોપ ફેલાવવા નવુ સ્વરૂપ ધારણ કરી ચુક્યુ છે. દક્ષિણ આફ્રિકામાં ત્રણ પ્રાન્તમાં રોજ મળતા 90 ટકા કેસ આ વેરિએન્ટના છે. આ કેસ 15 દિવસ પહેલા માત્ર એક ટકા હતા. અત્યાર સુધી સૌથી ઝડપથી ફેલાતા ડેલ્ટા બાદ તેનાથી પણઝડપી ફેલાતો ઓમિક્રોન વેરિએન્ટ ચિંતાનું કારણ બન્યો છે.

બ્રિટને લીધેલા પગલાં

માત્ર દક્ષિણ આફ્રિકા જ નહી પરંતુ હોંગકોંગ, ઈઝરાયલ બેલ્ઝિયમ, સહિતના દેશોમાં નવા વેરિએન્ટના કેસ નોંધાયા બાદ વિવિધ દેશોએ લીધલા પ્રાથમિક પગલા પર નજર કરીએ તો.

 • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જહોનસને નવા પ્રતિબંધો લાગૂ કર્યા
 • શંકાસ્પદ લોકોને ૧૦ દિવસ સુધી સેલ્ફ આઈસોલેટ કરવા
 • બ્રિટન આવતા લોકોએ બે રસી મૂકાવી હોવા છતાં નિયમ લાગૂ
 • આંતરરાષ્ટ્રીય પ્રવાસીઆેને બે પીસીઆર ટેસ્ટ કરાવવા ફરજિયાત કરાયા છે
 • બ્રિટન આવતા પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત
 • સાઉથ આફ્રિકા અને અન્ય પાંચ દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો

અમેરિકાએ લીધેલા પગલાં

જગત જમાદાર અમેરિકા કોરોનાની પહેલી લહેરમાં જ જબરદસ્ત થપાટ ખાઈ ચુક્યુ છે. ત્યારે નવા વેરિએન્ટને લઈને અમેરિકા અને કેનેડા એ લીધેલા પગલા પર નજર કરીએ તો.

 • સાઉથ આફ્રિકાના પાંચ દેશોના નાગિરકોને અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ
 • પોતાના નાગરિકોને આ દેશોમાં પ્રવાસ નહીં કરવા આદેશ કર્યો

કેનેડાએ લીધેલા પગલાં

 • સાઉથ આફ્રિકાના નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો
 • તમામ વિદેશીઆેને દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવવા પર પ્રતિબંધ
 • રશિયાએ સાઉથ આફ્રિકાના દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો

યુરોપિયન યુનિયને લીધેલા પગલાં

 • જ્યારે યુરોપિયન યુનિયન પણ સતર્ક બન્યુ છે. અને તેઓએ.
 • દક્ષિણ આફ્રિકા જતી-આવતી ફલાઈટ પર સંપૂર્ણ પ્રતિબંધ
 • દક્ષિણ આફ્રિકાના લોકોને કવોરન્ટીનના નિયમોનું પાલન કરવું

જાપાને લીધેલા પગલાં

ટોક્યો ઓલિમ્પિક બાદ જાપાનમાં કોરોના કેસ વધ્યા હતા. અને હવે નવા વેરિએન્ટના ફફડાટને લઈને જાપાને ભરેલા પગલા પર નજર કરીએ તો.

 • આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો અને ઈસ્વાતિનીના પ્રવાસીઆેને કવોરન્ટીનનો આદેશ
 • સરકારી આવાસમાં ૧૦ દિવસ સુધી સેલ્ફ આઈસોલેટ
 • સેલ્ફ કવોરન્ટાઈન દરમિયાન કોરોનાના ત્રણ ટેસ્ટ કરાવવા

આમ, સમગ્ર દુનિયા નવા વેરિએન્ટની દહેશતમાં આવી ગયુ છે. તો રેકોર્ડબ્રેક વેક્સિનેશન છતાં ભારત સતર્ક બન્યુ છે. અને આકરા પગલા ભરવાની શરૂઆત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!