GSTV

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

RTPCR

Last Updated on November 27, 2021 by Bansari

દક્ષિણ આફ્રિકામાં (South Africa) કોરોનાવાયરસ સંક્રમણનું નવું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)મળી આવ્યા બાદ ભારતમાં હેલ્થ એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગુજરાત સરકારે ઘણા દેશોના એરપોર્ટ પરથી મુસાફરી કરીને રાજ્યમાં આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુરોપ, બ્રિટન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, હોંગકોંગના એરપોર્ટ પર ઉતરતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવા સંકટ વચ્ચે કોવિડ અને એન્ટી-કોવિડ રસીકરણ મુદ્દે મહત્વની બેઠક યોજી રહ્યા છે.

મોદીએ કોવિડ-19ની સ્થિતિ અને રસીકરણ અંગે ટોચના સરકારી અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, વડા પ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ વીકે પોલ હાજર હતા.

કોરોના

Omicron વેરિએન્ટે ચિંતા વધારી

જણાવી દઇએ કે દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં મળેલા કોરોનાના નવા વેરીઅન્ટે ભારતીય વૈજ્ઞાનિકોને પણ ચિંતામાં મૂક્યા છે. ઓમિક્રોન નામનો આ નવો વેરિઅન્ટ જો ડેલ્ટા સાથે મિશ્રિત થાય છે તો ગંભીર સંકટ ઉભુ થઇ શકે તેમ છે. વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે વેઇટ એન્ડ વોચનો સમય જઇ ચૂકયો છે હવે એકશનનો સમય આવ્યો છે. જો કે વાયરસના બંને વેરીઅન્ટ મિશ્રિત થયાના પુરાવા નથી મળ્યા પરંતુ ભારતમાં નવો વેરીઅન્ટ ઓમિક્રોન ન પ્રવેશે તે માટે તમામ પગલા લેવા વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે. કોરોનાના વાઇરસમાં પહેલીવાર ૩ર વાર મ્યૂટેશન થયુ છે. વાઇરસની સ્પાઇક રચનામાં જ સૌથી વધુ પરિવર્તન થયા છે. જેના કારણે રસી લેવા છતા કે પછી ફરી વાર કોરોના સંક્રમિત થવાના કેસો સામે આવી રહ્યા છે.

RTPCR

ગુજરાતમાં 24 કલાકમાં આટલા લોકો કોરોના સંક્રમિત

જણાવી દઇએ કે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૭ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ત્રીજા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં ૫.૦૮ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૯, વડોદરા-રાજકોટમાંથી ૫, સુરતમાંથી ૩, ભાવનગર-નવસારીમાંથી ૨ જ્યારે ગાંધીનગરમાંથી ૧ નવો કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૭,૩૫૩ થયા છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૯૨ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૪ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૯૫૪ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૪% છે.

રાજ્યમાં હાલ ૩૦૮ એક્ટિવ કેસ છે અને ચાર દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ ૧૧૯, વડોદરા ૫૯, સુરત ૨૫,રાજકોટ ૧૮, વલસાડ ૧૬, જામનગરર ૧૫ સાથે સૌથી વધુ એક્ટિવ કેસમાં મોખરે છે. રાજ્યમાં કુલ વેક્સિનેશનનો આંક ૭.૯૪ કરોડ થયો છે. અત્યારસુધી કુલ ૪.૫૬ કરોડ પ્રથમ ડોઝ અને બીજો ડોઝ ૩.૩૮ કરોડ બીજો ડોઝ લઇ ચૂક્યા છે.

Read Also

Related posts

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

વિધાનસભા ચૂંટણીની તૈયારી / ગુજરાત યુથ કોંગ્રેસે જનરલ સેક્રેટરીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જુઓ કોણ ક્યા કરશે સંગઠન માટે કામ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!